Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ધોરાજીમાં સ્વ. મનોજભાઈ પારેખ ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે "રોજિંદા જીવનમાં સ્વદેશી" વિષય પર કાર્યક્રમ યોજાયો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી સ્વ. મનોજભાઈ પારેખ ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે *રોજિંદા જીવનમાં સ્વદેશી* આ વિષય પર કાર્યક્રમ યોજાયો હતો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગ સંચાલક જી શ્રી સંજીવભાઈ ઓઝાનું મનનીય પ્રવચન થયું.

શ્રી સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સ્વદેશી એટલે માત્ર સ્વદેશી વસ્તુઓ ની ખરીદી કે વેચાણ થી અણગમો નહીં પરંતુ સ્વદેશી વિચાર દ્વારા સ્વદેશી જીવન પદ્ધતિ. સૌપ્રથમ વખત ૧૯૦૫માં વિર સાવરકર એ ઉના મુકામે જાહેરમાં સાર્વજનિક રીતે વિદેશી વસ્તુઓ ની હોળી કરેલી. ત્યારબાદ ક્રમશઃ બાળ ગંગાધર તિલક થી લઈને અનેક નેતાઓએ સ્વદેશી વિચારધારાને અપનાવેલ. સ્વદેશી નો મૂળ મંત્ર મંત્ર સાથે સ્વરાજ સુધી લઈ જવા માટે આપવામાં આવેલ અને ભારતમાં ૧૨મી ડિસેમ્બર ને સૈયદ બાબુ હેલું કે જેઓ સ્વદેશીની લડતના સૌ પ્રથમ શહીદ છે તેમની યાદમાં જવામાં આવે છે અને તેમની પ્રેરણાથી સ્વદેશી આંદોલન માં પ્રાણ ફૂંકાયા હતાં. આપણે અવારનવાર જોતા હોઈએ સમજતાં હોઈએ કે ડોલર નો ભાવ શા માટે દિનપ્રતિદિન વધતો જાય છે પરંતુ તે ભાવ નક્કી કરવા માટેની ક્ષમતા એટલે કે ભારતમાં વિદેશી વસ્તુઓની આયાત અને સ્વદેશી વસ્તુઓની નિકાસ સરકાર કોઈપણ નીતિ બનાવે પરંતુ જ્યાં સુધી સાર્વજનિક રીતે સ્વદેશી વિચારોનો સ્વીકાર ભાવ ન આવે ત્યાં સુધી કલ્યાણ ન થાય.

વિદેશમાંથી આવેલું કપડાથી લઇને તમામ વસ્તુઓ સારી અને સ્વદેશની સારી નહીં તે વિચાર ધારા ને બદલવાની જરૂરીયાત છે શ્રી સંજયભાઈ ઓઝા જર્મનીમાં સંઘના વિદેશ વિભાગના પ્રચારક તરીકે કામ કરેલ છે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા તેમનું સ્વાગત આદર્શ એજ્યુકેશન સોસાયટીના શ્રી રમેશભાઇ શાહ અને ભારત વિકાસ પરિષદના શ્રી દલસુખભાઈ વાગડિયા એ કરેલ શ્રી પ્રસ્તાવના શ્રીમતી હિરલબેન પારેખે કરેલી હતી

સમારોહમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્રના અગ્રણી વિઠ્ઠલભાઈ કોરડીયા ધોરાજીના જાણીતા ડોક્ટર સુરેશ પટેલ ડી.હાર્દિક સંઘાણી કરસનભાઈ માવાણી વગેરે મહાનુભાવો તેમજ સંઘ પરિવાર સાહિત્યની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ તેમજ આદર્શ એજ્યુકેશન  સંકુલ કારોબારીએ ભારે જહેમત ઉઠાવી હતી.

(12:42 pm IST)