Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દ્વારકા સહિત ગુજરાતમાં કાલે વરસાદ પડશેઃ કનુભાઇ

વાયવ્યના વાદળ પાકિસ્તાનથી આવશે વિચીત્ર ઘટના!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ :.. અગાઉ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં માવઠું થયું હતું ત્યારે આવતીકાલે જોરદાર માવઠા સાથે આખા દિવસમાં સવારથી સાંજ સુધી અડધાથી પોણા ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ દ્વારકા જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પડશે તેવી અગાહી હવામાન આગાહીકાર ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાએ કરી છે.

આ વરસાદ વિચીત્ર યોગથી છે. સામાન્ય રીતે શિયાળામાં ઇશાનકોણીય પવનો વરસાદ લાવે છે જયારે આવતીકાલે વાયવ્ય  પવનો પાકિસ્તાનથી વાદળો વરસાદ લાવશે અને કયાંક એકાદ ઇંચથી વધુ વરસાદ પડે તો પણ નવાઇ નહીં વાયવ્યના પવનો રોગીષ્ઠ હોય આ પવનો વરસાદથી કોરોનામાં વેગ વધે તો પણ નવાઇ નહીં...!!!

(1:03 pm IST)