Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પોરબંદરઃ ઘટતા જતા શિક્ષણ સ્તરની સરકાર દ્વારા ચિંતાનો માત્ર દંભ...?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: ગુજરાત સરકારનું શિક્ષણ સ્તર ઘણું નીચુ ગયેલ છે. શિક્ષણ પ્રત્યે સરકાર જાગૃત છે. ચિંતીત છે. ભાવી પેઢીની ચિંતા સેવે છે આ એક નર્યો દંભ જણાય છે. હડહડતુ  જુઠાણુ ચર્ચીત છે. અને નેતાશ્રીઓને આશ્વાસન આપવા આશરો લેવો પડે જેથી શરમ સંકોચ-ક્ષોભ-જુઠાણાને બખ્તર બનાવવા જ પડે. એક જુની શાળાઓ બ્રિટીશ શાસનની બંધ કરે છે તેમની કિંમત જમીનો પચાવી પાડવા મિલી ભગતની ચર્ચા છે.  સરકાર તટસ્થ તપાસ કરાવી પગલા લઇ શકે તેમ નથી! કારણ જે હુકમ કરે તેની ચર્ચીત છુપી પ્રસાદી નથી તેમ કહેવાય છે.

ઉદાહરણ તરીકે પોરબંદર શહેરનો શિક્ષણ બાબત પ્રત્યક્ષ પુરાવો નરી આંખે જોઇ શકાય છે. છેલ્લ બે દાયકાથી શહેર મધ્યમે આવેલ પોરબંદર એડમીનીસ્ટ્રેશન શાસનમાં સાકાર થયેલ હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ શરૂ કરવા વિવિધ રીતે સરકારમાં સમય આંતરે ભુતપુર્વ વિદ્યાર્થીઓ અને જાગૃત

વધુ એક ઉદાહરણમાં એસટી બસ ડેપો સામેલ આવેલ જીલ્લા પંચાયત કચેરી કાર્યરત છે તે રાજયના સમયની તાલુકા શાળા કાર્યરત હતી. તેને મુર્ચ્છીત કરી શાળા બિલ્ડીંગ તોડી જીલ્લા પંચાયત કચેરી સાકાર કરી? આ શાળામાં વિના મુલ્યે અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થી અન્યત્ર ખાનગી શાળામાં જવુ પડેલ. વાલીઓએ કરજ પણ દાન ડોનેશન આપેલ સાથે તગડી ફી ની સમસ્યા કમ્મર તોડ છે.

ત્રીજુ ઉદાહરણ પોરબંદર શહેર મધ્યે જુની હજુર કોર્ટમાં કાર્યરત તાલુકા પંચાયતની કચેરી જુની પુરાણી બની ગયેલ છે. બેસવા લાયક નથી. કારણ બતાવી નેશનલ હાઇવે પોરબંદર-અમદાવાદ-પોરબંદર હાઇવે રોડ નટવરસિંહજી સ્પોર્ટસ કલબ ફ્રેન્ડઝ પેટ્રોલીયમ સામે આવેલ રામબા પ્રાથમીક શાળાના બિલ્ડીંગમાં ખસેડી આ શાળા પણ બંધ કરતા પહેલા વિદ્યાર્થીની સંખ્યા શુન્ય કરી છે.

આ ઉપરાંત એસટી રોડ જીલ્લા પંચાયત કચેરી સામે હનુમાન હોસ્ટેલ બિલ્ડીંગમાં સ્વ.મહારાણી રૂપીબા બાલમંદિર કાર્યરત હતુ તે પણ બંધ કરી જીલ્લા શિક્ષણા અધિકારી (પ્રાથમીક) કચેરી કાર્યરત કરી ભાવસિંહજી હાઇસ્કુલમાં તરકટ કરી નવી બિલ્ડીંગના એસસીસી વર્ગો બંધ કરી તેમાં માધ્યમીક શિક્ષણાધીકારીની કચેરી કાર્યરત કરી અને ભાવસિંહજી હાઇસ્કુલ ધોરણ ૧૦ માટે રામકૃષ્ણ મીશનને સોંપી આપેલ આરટીઆઇ કરવા છતા હજુ સ્પષ્ટતા નથી.

ગૌરવ પથ એમ.જી. રોડ હાથી બિલ્ડીંગ ભાટીયા ટ્રસ્ટ સંચાલીતધોરણ બાળપોથી લઇ ધોરણ ર બે સુધીના ભુલકાઓ વિનામુલ્યે અભ્યાસ કરતા હતા બિલ્ડીંગનો વહીવટી પોરબંદર મામલતદાર હસ્તક હોય તે વહીવટમાં આ શાળાનો સમાવેશ થયેલ છે. શાળા સંચાલીત માટેઅલગ ભંડોળ સાથે દુકાનના ભાડાની આવક પણ વપરાય. છેલ્લો સ્વ. ગગજી માસ્તરના નિધન સુધી આ શાળા ભુલકાઓને વિનામુલ્યે શિક્ષણ આપતી રહી છે. આ બંધ છે. શાળાનું ખોખુ હૈયાત છે. હાથી ટાંકી રોડ પર આવેલ કંચન નિવાસમાં પાંચ રૂમમાં તાલુકા શાળા નં.ર યાને નવી નિશાળ કાર્યરત હતી. તેમાં રાજકીય ચંચુપાતથી શાળા બંધ કરવામાં આવી હતી. તેમાં રાજકીય ચંચુપાતથી શાળા બંધ કરવામાં આવી.

કેન્દ્ર સરકારે ભાવી પેઢી નાગરીક આવતીકાલના ભવિષ્યને ધ્યાનમાં રાખી રાઇટ ટુ એજયુકેશન યાને ભણતર વિદ્યાભ્યાસ અમારો અધિકાર છે. તે કાયદો ઘડયો પરંતુ તેનો અમલ ??? ગુજરાત સરકારમાં આ કાયદો અસરકારક નથી. આ કાયદાથી સરકારી શાળામાં બાળપોથી (કીડસ)થી લઇ ધોરણ-૧૦ દશ યાને શિક્ષણ વિનામુલ્યે આપવાની જોગવાઇ ફરજીયાત છે. ચર્ચા છે કે વાડ ચીભડા ગળે તેવી શિક્ષણનીતી છે. જાહેર સન્માન સમારંભોમાં મોકો આવે ત્યારે અધ્યક્ષસ્થાને અથવા મુખ્ય આમંત્રીત મહેમાનપદ ડાયસ ઉપર શોભાવનાર મહાનુભાવો શિક્ષણ પ્રત્યે સરકાર કટીબધ્ધ જાગૃત છે તેવુ સફેદ જુઠુ બોલતા જરાપણ સંકોચ અનુભવતા નથી તેવી ચર્ચા થઇ રહી છે.

(12:47 pm IST)