Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પાટણવાવમાં ધાડના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર કાનો ડામોર અને રાયસંગ બાંભણીયા પકડાયા

રૂરલ પેરોલ ફરલો સ્કવોર્ડની ટીમે બંનેને ધોરાજી પાસેથી દબોચ્યા

રાજકોટ તા. પ પાટણવાવ પોલીસ મથકમાં નોંધાયેલા ધાતક હથિયારો સાથે ધાડના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા બે શખ્સોને ધોરાજી પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લામાં ધાડ, લૂંટ, હત્યા, ચોરી, ઘરફોડચોરી, બળાત્કાર, દારૂ સહિતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જ આઇ.જી.સંદીપસિંહ તથા રૂરલ એસ. પી. બલરામ મિણાએ સુચના આપતા પેરોલ ફરલો સ્કવોર્ડના પી.એસ.આઇ. વી. એમ. કોલાદરા, હેડ કોન્સ પ્રભાતસિંહ, વિરામભાઇ, કોન્સ મહેન્દ્રસિંહ, રાયધનભાઇ અને કોન્સ વિરમભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીના આધારે ધોરાજી ફરેણી રોડ પરથી કાનો પારસીંગભાઇ ડામોર (રહે. કાણાકુવા તા. ધાનપુર, દાહોદ) અને રાયસંગ બસુભાઇ બાંભણીયા (રહે. કાણકુવા ગામ તા.દાહોદ)ને પકડી લીધા હતા બંને શખ્સો પાટણવાવ પોલીસ મથકમાં નોંધાયેલ ધાડના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતા.

(12:43 pm IST)