Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ૩૮ કરોડના કામો મંજુર.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કામો ત્વરિત મંજુર કરાવ્યા.

 મોરબી શહેરમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતના પાણી પુરવઠા યોજના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના ૩૮ કરોડના કામો મંત્રી બ્રિજેશ મેરજાએ ત્વરિત મંજુર કરાવ્યા હોય જેથી નગરમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો
 રાજ્ય સરકાર દ્વારા લોકોની જરૂરિયાતના કામો જેમાં રોડ, વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારામાં સારી સુવિધા આપવાની નીતિ રીતિને ધ્યાનમાં રાખીને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૧૧૫ જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરું પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ કરવા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવી, શહેરી વિકાસ વિભાગ કક્ષાએ સતત ફોલો અપ લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે ૩૮.૩૫ કરોડના કામો મંજુર કરવામાં આવેલ છે
  જે કામો વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે તેમ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

(1:11 pm IST)