Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જામનગરમાં નિંદ્રાધીન યુવતિ સવારે ઉઠી જ નહીં!

આર્થિક ભીંસથી ત્રાસી જામનગર તથા ધ્રોલના ભંડારીયા તાલુકાના બે યુવાનના આપઘાત

જામનગર, તા.૫: અહીં કોમલનગર, અંધાશ્રમ ફાટક પાસે, જામનગરમાં રહેતા અનીલભાઈ બાબુભાઈ ગોહીલ, ઉ.વ.૩૦ એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમંા જાહેર કરેલ છે તા.૪–૧–ર૦રર આ કામે મરણજનાર અનીતાબેન અનીલભાઈ બાબુભાઈ ગોહિલ, ઉ.વ.૩પ, રે. કોમલનગર, અંધાશ્રમ ફાટક પાસે, જામનગરવાળા રાત્રીના પોતાના ઘરે સુઈ ગયેલ હોય બાદ સવારે ઉઠાડતા નહીં ઉઠતા ૧૦૮ ને બોલાવતા ૧૦૮ના ડોકટરે તપાસી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરેલ છે.

અહીં પટેલ કોલોની શેરીનં.૧૧, રોડ નં.૩, ભગવતી ભવન નામના મકાન, જામનગરમાં રહેતા મનોહરલાલ પારૂમલભાઈ રાજપાલ, ઉ.વ.૬૪, એ પંચ ભબીભ પોલીસ સ્ટેશમાં જાહેર કરેલ છે કે, દડીયા, રણજીતસાગર ડેમ અંદર પાણીમાં  સંજય ઉર્ફે સન્ની મહેશભાઈ રાજપાલ, ઉ.વ.ર૬, રે. પટેલ કોલોની, ઈલેકટ્રીકનો કામ ધંધો ચાલતો ન હોય જેથી આર્થિક સકળામણના કારણે પોતાની મેળે રણજીતસાગર ડેમના પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

હજામચોરામાં આપઘાત

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે રહેતા અજમેરભાઈ સબીરભાઈ પરમાર, ઉ.વ.૩પ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પોંગરીબેન અજમેરભાઈ સબીરભાઈ પરમાર, ઉ.વ.૪૦, રે. અશ્વિનભાઈ પટેલની વાડી, હજામચોરા  ગામ વાળા અગમ્ય કારણોસર પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી જતા સારવારમાં દાખલ કરેલ હોય સારવાર મૃત્યુ પામેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું  મોત

અહીં નવાગામ ઘેડ,વિવેકાનંદ સોસાયટી, જામનગરમાં રહેતા વિપુલભાઈ અનીલભાઈ ચુડાસમા, ઉ.વ.૬૩ એ સીટીભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, અનિલભાઈ પ્રભુલાલ ચુડાસમા, ઉ.વ.૬૩, રે. નવાગામ ઘેડ, વિવેકાનંદ સોસાયટી, એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ધ્રોલ ગામના ભંડારીયા હનુમાન મંદિર પાસે ખુલ્લા પટમાં રહેતા કુંદીબેન કાલીયાભાઈ કેન્દુભાઈ ચૌહાણ, ઉ.વ.૩ર એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કાલીયાભાઈ કેન્દુભાઈ ચૌહાણ, ઉ.વ.૩ર, રે. ભંડારીયા હનુમાન મંદિર પાસે ખુલ્લા પટ ધ્રોલવાળા નો પરીવાર મોટો હોય અને કોઈ છુટક કામ ધંધો ન હોય અને ઘરમાં પૈસા ન હોય અને મરણજનાર કયારેક કયારેક દારૂ પીવાની ટેવ હોય કાલીયાભાઈને આર્થીક સકળામણને કારણે જીંદગીથી કંટાળી માણેકપર ગામે નાનજીભાઈ પટેલની વાડીએ જઈ કુવામાં પડી પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

(11:53 am IST)