Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોડીનાર, વાંકાનેર, મોરબી, સાવરકુંડલા, ખંભાળીયાના ફુટવેરના વેપારીઓએ ઞ્લ્વ્ના દર સામે પાળેલો બંધ

પગરખા પહેરવા હવે મુશ્કેલ બની જશેઃ દુકાનો બંધ કરવાનો વારો આવશે તેવી દહેશત સાથે આવેદનો અપાયા

રાજકોટ, તા., પઃ તાજેતરમાં જીએસટીના દરમાં વધારો કરવામાં આવતા તેના વિરોધમાં કોડીનાર, વાંકાનેર, મોરબી સહીતના સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ફુટવેરના ધંધાર્થીઓએ બંધ પાળ્યો હતો તેનુ સંકલન અહી રજુ છે.
ખંભાળીયાના વેપારીઓ દ્વારા વિરોધઃ આવેદનપત્ર અપાયું
ખંભાળીયાઃ મધ્યમ વર્ગ તથા સામાન્ય પરીવારો ઉંપરાંત મજુરો અને ખેડુતોનો ૮પ ટકા વર્ગ રૂપીયા એક હજારથી ઓછી કિંમતના પગરખા પહેરે છે. હાલમાં પગરખાના કાચા માલ સામાનમાં ર૦ થી રપ ટકાનો વધારો થયો છે. આમ વધતા જતા ભાવ વધરા વચ્ચે દુકાળમાં અધિક માસ સમાન સરકાર દ્વારા પગરખા પર લેવામાં આવતી જીએસટીની રકમ પાંચ ટકાથી વધારીને ૧ર ટકા સુધી કરવામાં આવતા આના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
જીએસટીના વધારાથી નાના વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના પણ વ્યકત કરાઇ રહી છે. જેના કારણે બેરોજગારીમાં વધારો થવાની દહેશત વચ્ચે આ સમગ્ર બાબતે અંગે અહીના કટલેરી, હોઝીયરી એન્ડ ફુટવેર મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ દ્વારા ગઇકાલે મંગળવારે અહીના જીલ્લા કલેકટરને સંબોધીને એક લેખીત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જીએસટીની વધારો તાકીદે પરત કરવામાં આવે તેવી માંગ એસોસીએશનના પ્રમુખ, ઉંપપ્રમુખ, સહીતના હોદેદારો દ્વારા કરવામાં આવી હતી. આ રજુઆતમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.

વાંકાનેર
 વાંકાનેર ફુટવેર એસોસીએશનના અગ્રણીઓએ આવેદન પત્રમાં જણાવેલ કે, વર્તમાન સમયમાં ર૦ થી રપ ટકા ભાવ વધારો કાચા મર્ટીયલ ઉંપર આવ્યો છે. તેનાથી વેપાર ઉંપર પ્રથમ થી જ અસર પડી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બને તેટલા સસ્તા બુટ-ચપ્પલ ખરીદતા હોય છે કેમ કે તેને મોંઘા બુટ-ચપ્પલ પરવડે તેમ પણ નો હોય મોંઘવારીના માર વચ્ચે ફુટવેર ઉંપર પ ટકા જીએસટી લેવાતો તેના બદલે ૧ર ટકા કરાતા ગરીબ લોકોને ચપ્પલ ખરીદવા પણ વિચારવુ પડે તંત્ર હોય. પ ટકા જીએસટી રાખવાની માંગણી કરતુ આવેદન આપ્યુ છે અને આ વધારાના વિરોધમાં મોચી શેરી ઉંપરાંત મેઇન બજાર સહિત શહેરમાં બુટ-ચપ્પલનો ધંધો કરતા તમામ વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખી જી. એસ. ટી. વધારાનો વિરોધ કર્યા છે.

કોડીનાર
 કોડીનાર ફૂટવેર એસોસિએશન દ્વારા અર્ધો દિવસ બંધ વિરોધ નોંધાવી રેલી કાઢી મામલતદારને પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ફૂટવેર પગરખાંમાં હાલ ૫ % જી.એસ.ટી. ના દરો વધારી ૧૨ % કરવામાં આવતા મધ્યમ વર્ગના તેમજ ખેડૂત નાના માણસો મોંધવારી ના લીધે પગરખાં પહેરવા મુશ્કેલ બનશે જીએસટી વધારે નાં કારણે નાના પગરખાં બનાવતા તેમજ છૂટક વેચાણ કરતા વેપારીઓ ને દુકાનો બંધ કરવાનો વારો આવશે તેમાં હજારો લોકો ની રોજગારી છીનવાઈ જવાની દહેશત વ્યક્ત કરી ફૂટવેર ઉંપર જી.એસ.ટી.નો વધારો રદ કરવા માંગણી કરી હતી.


મોરબી
 ફુટવેર એસો. દ્વારા કલેકટરને આવેદન ૮૫ ટકા વર્ગ મજુર, ખેડૂતો અને મધ્યમવર્ગીય હોય જે ૧૦૦૦ રૂપિયાની કિમતની નીચેના પગરખા પહેરે છે જેમાં જીએસટી વધતા પગરખા મોંઘા થઇ જશે હાલમાં કાચો માલ સામાનમાં ૨૦ થી ૨૫ ટકા ભાવવધારો થઇ ગયો છે. પગરખા બનાવવા વાળો કારીગર વર્ગ ગરીબ છે જીએસટી વધારાથી કારીગરને ખુબ જ અસર થાય છે અને બેરોજગારી વધી જશે જીએસટીના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે જેથી વેપારી અને કામ કરતા માણસો બેરોજગાર થશે જેથી પગરખા પરનો જીએસટી દર ૫ ટકા યથાવત રાખવા માંગ કરી છે.

સાવરકુંડલા
 સાવરકુંડલાઃ ફુટવેર એસોસિએશન દ્વારા જીએસટીના દર વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. બંધ પાળી રજુઆત કરી છે કે જીએસટી દર વધવાથી હાલની કમ્મરતોડ મોંઘવારીમાં પીસાઇ રહેલ જનતાને વધુ મોંઘવારી સહન કરવી પડશે. એમાંય નાના ખેડૂતો-મધ્યમ અને સાધારણ સ્થિતિ ધરાવતા લોકો માટે પગરખાં પહેરવા પણ મુશ્કેલ થઇ જશે. જેની સીધી અસર પગરખાં બનાવતા કારીગરો ઉંપર અને વેચાણ કરતા વેપારીઓ ઉંપર પણ થશે. અને આવા વર્ગની રોજી રોટી ઉંપર અસર થશે. જેથી નવો દર વધારો પાછો ખેચવા સાવરકુંડલા ફુટવેર એસો. અને જીલ્લા ચેમ્બરના ઉંપપ્રમુખશ્રી શિંગાળાને આવેદન પત્ર આપવામાં આવેલ છે.


 

(11:15 am IST)