Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભાવનગરના શિહોરની સર્વોતમ ડેરીના સુપરવાઇઝરની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કેદ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૫:  બે વર્ષ પુર્વેભાવનગર જિલ્લાના શિહોર ખાતે આવેલ સર્વોત્ત્।મ ડેરીના સુપરવાઇઝરની નજેવી બાબતે છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી સામેનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે હત્યાનો ગુનો સાબિત માની આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂા . પ ૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી ભોપાભાઇ ઉર્ફે ભાવેશભાઈ બુધાભાઇ કસોટીયા ઉ.વ.૨૬ રહે. શામપરા ખોડીયાર એ પોતાની પીકઅપ વાન જીજે.૦૪.એ.ડબલ્યુ .૨૪૭૫ ગાડી સર્વોત્ત્।મ ડેરીમાં દુધ લેવા જતો હતો ત્યારે આશરે પાંચ - છ દિવસ પહેલા આરોપીએ ભુડાબોલી ગાળો આપી ઝદ્યડો કરેલ હતો જેથી આ કામના આરોપીની પીકઅપ ગાડી બંધ કરી દીધેલ હોય જેની દાઝ રાખી ગઇ તા . ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ નોકરી પુરી કરી ને જતા હતા તે વેળાએ આ કામના ફરીયાદી જયેશભાઇ ગીરજાશંકરભાઇ જાની ઉ.વ .૨૬ , રહે . દિહોર ગામ તા . તળાજા , મરણજનાર ભાવેશભાઇ બાલાશંકરભાઇ જોષી બંન્ને મિત્ર પોત પોતાની મો.સા.લઇને બહાર નિકળેલ હતા ત્યારે ફરિયાદી એસ.આર.પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવા જતા મરણ જનાર એસ.આર.પેટ્રોલ પંપ સામે મો.સા. ઉપર બેઠેલ હોય ત્યારે આ કામનો આરોપી રોડ ક્રોસ કરીને ચાલતા ચાલતા આવીને ભાવેશભાઇ બાલાશંકરભાઇ જોષી ઉપર છરી વડે છાતીના ભાગે ત્રણ ઘા તથા પેટના ભાગે એક દ્યા તથા ડાબા હાથના અંગુઠા ઉપર એક ઘા તથા જમણા હાથની કોણી ઉપર એક ઘા તથા જમણા ખંભાના પાછળના ભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતે ભાવેશભાઇ બાલાશંકર જોષીને હોસ્પીટલ માં ખસેડાયેલ જયાં ફરજ પરના ડોકટરે તપાસી ને તેમને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો.

ઉપરોકત બનાવ અંગે જે તે સમયે જગદીશભાઇ જાનીએ શિહોર પોલીસ મથકમાં આરોપી ભોપાભાઇ કસોટીયાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ ૩૦૨ , જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો . આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો , મૌખીક પુરાવા -૧૩ , દસ્તાવેજ પુરાવા -૩૧ વગેરે ધ્યાને રાખી અદાલતે આરોપી ભોપાભાઇ બુધાભાઇ કસોટીયા સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબના શીક્ષાપાત્ર ગુનામાં કસુરવાર ઠરાવી આજીવન સખ્ત કેદની સજા અને રોકડા રૂા . ૫૦ હજારનો દંડ જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસ કેદની સજા તથા જીપીએકટ ૧૩૫ મુજબના ગુનામાં આરોપીને ૩ માસની સજા અને રોકડા રૂા . ૧૦૦ નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૪ દિવસની સજા તેમજ દંડની રકમ પૈકી રૂા . ૫૦ હજાર ગુજરનાર ભાવેશભાઇના પત્નિ જુલીબેન ભાવેશભાઇ જોષી ને અપીલ પીરીયડ પુર્ણ થયા બાદ વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો . આરોપી અદાલતમાં હાજર ન હોય અદાલતે વિડીયો કોન્ફરન્સથી ઓનલાઇન ચુકાદો સંભળાવ્યો હતો.

(10:30 am IST)