Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

લખતરના ઓળક ગામની સીમમાથી વિદેશી દારૂની ૧૭ હજાર બોટલ પકડાઈ : ૫૧૨ પેટી , બે જીપ સાથે રૂ.૩૧ લાખનો મુદા માલ કબ્જે કાકા- ભત્રીજો નાસી છુટ્યા

સુરેન્દ્રનગર: જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં દારૂના ચાલુ કટીંગ ઉપર જિલ્લાની એલસીબીએ છાપો મારતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી એલસીબીની ટીમે ૫૧૨ પેટી દારૂ અને બે વાહન કબજે કરી નાસી છુટેલા બૂટલેગરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા જિલ્લાના અન્ય બુટલેગરોમાં હડકંપ મચી જવા પામ્યો હતો જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની બંધી નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે એલ.સી.બી એસ.ઓ.જી અને તમામ પોલીસ સ્ટાફ ને કડક સૂચના અને પ્રોહીબીશન ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં 

                    એલસીબી પી.આઈ  ડી.એમ.ઢોલ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટડી તાલુકાના પીપળી ગામના વસંત કાનજીભાઈ વાણિયા અને તેનો ભત્રીજો દિપક ઉર્ફે દશરથ ઊર્ફે લાલો મનસુખભાઇ વાણીયા બંને કાકા ભત્રીજો સાથે મળીને લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં સરકારી ખરાબામાં દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનોમાં કટિંગ કરી રહ્યા છે જેથી એલસીબીના પીએસઆઇ વી.આર.જાડેજા, સંજયભાઇ પાઠક, કુલદીપસિંહ ઝાલા, વાજસુરભા સહિતના સ્ટાફે ઓળક ગામની સીમમાં દરોડો કરતા બુટલેગરો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા એલસીબીની ટીમે વિવિધ બ્રાન્ડની દારૂ અને બીયરની બોટલો નંગ ૧૬૬૫૦ કિંમત રૂ.૧૯,૯૭,૬૧૦ તથા બે યુટીલીટી કિંમત રૂ.૧૧ લાખ મળી કુલ ૩૦,૯૭,૬૧૦ નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

(10:42 pm IST)