Gujarati News

Gujarati News

  • ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ હિંસામાં જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. રવિવારે પાર્ટીનાં ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે, સંવિધાન બચાવવા માટે સીએએ-એનઆરસી વિરોધી આંદોલન દરમિયાન સરકારનાં ક્રુર વલણમાં જીવ ગુમાવનારાઓની પીડિત પરિવારો અને મૃતક આશ્રિકોને પાંચ લાખની આર્થિક મદદ કરશે સમાજવાદી પાર્ટી. access_time 11:34 pm IST

  • કચ્છના અબડાસામાં ટેલરની અડફેટે યુવકનું મોત નિપજ્યું હતું. રસ્તો ક્રોસ કરતી વખતે ટેલરે યુવકને અડફેટે લીધો હતો. ગ્રામજનોએ ટેલરમાં આગ લગાવી હતી. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. access_time 11:06 pm IST

  • જામનગરમાં યુવતી પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ચારેય લુખ્ખા શખ્સો દ્વારા યુવતીની જાહેરમાં પજવણી કરવામાં આવતી હતી. અવાર નવાર યુવતી પાસે બિભત્સ માંગણીઓ કરતા હતા. યુવતીએ ઇન્કાર કરતાં ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો. યુવતીને મૂંઢમાર લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. access_time 11:27 pm IST