Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ઠારમાં ઠુઠવાયા સૌરાષ્ટ્ર-કચ્છઃ નલિયા ૬.૭ ગિરનાર ૮.૭ ડિગ્રી

રાજકોટ ૧૦.૦, ભુજ ૧૦.૪, ડીસા ૧૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠારમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આજે સૌથી વધુ લઘુતમ તાપમાન નલીયામાં ૬.૭, ગિરનાર ૮.૭, ડિગ્રી, રાજકોટ ૧૦.૦, ભુજ ૧૦.૪, ડીસા ૧૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ગિરનાર ખાતે ૮.૭ ડિગ્રી તાપમાન રહ્યુ છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઇ રહ્યો હોય આજે ગઇકાલની તાપમાનનો પારો એક ડિગ્રી ઉપર આવીને ૧૩.૭  ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે જુનાગઢમાં લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી.

જુનાગઢના ગિરનાર પર્વત ખાતે આજે ૮.૭ ડિગ્રી ઠંડી રહી હતી જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને ધુમ્મસ યથાવત રહેતા ઠંડી ઠાકનું જોર જારી રહ્યુ હતું સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૭ કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૫ મહતમ, ૧૩ લઘુતમ, ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૧.૧૫)

કયાં કેટલો ભેજ - લઘુતમ તાપમાન

શહેર

હવામાં ભેજ ટકા

લઘુતમ તાપમાન ડિગ્રી

ગિરનાર

૭૧

૮.૭

અમદાવાદ

૮ર

૧ર.૯

ડીસા

૮૧

૧૦.૯

વડોદરા

૮૪

૧૧.૮

સુરત

૯૧

૧૪.૦

રાજકોટ

૮૬

૧૦.૦

ભાવનગર

૮૬

૧૩.૭

પોરબંદર

૮૬

૧ર.૪

વેરાવળ

૮૯

૧૩.૮

દ્વારકા

૬૯

૧પ.ર

ઓખા

પ૯

૧૮.૬

જુનાગઢ

૭૧

૧૩.૭

જામનગર

૭૮

૧૩.૦

ભુજ

૭૬

૧૦.૪

નલીયા

૮૯

૬.૭

સુરેન્દ્રનગર

૮ર

૧ર.૧

ન્યુ કંડલા

૭૭

૧૧.પ

કંડલા એરપોટ

૭૧

૧૧.૯

અમરેલી

૭૬

૧ર.૦

ગાંધીનગર

૮૧

૧ર.૦

મહુવા

૮૬

૧ર.૧

દિવ

૮૪

૧ર.પ

વલસાડ

૭પ

૧ર.૧

વલ્લભ વિદ્યાનગર

૮૯

૧૨.૭

(3:34 pm IST)