Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોરબી નવલખી હાઈવે પર કોલસી ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો :કોઈ જાનહાની નથી

લૂંટાવદર ગામના પાટિયા પાસે કોલસા ભરેલ ટ્રક પલટી મારી ગયો

 

અકસ્માતો માટે કુખ્યાત બની ગયેલ મોરબી નવલખી હાઈવેમાં વધુ એક અકસ્માત રાત્રીના સમયે સર્જાયો હતો જેમાં કોલસા ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી

પરંતુ ખાખરાળા નજીક ઇકો અને આઈટેન અથડાયા બાદ સતત અકસ્માત થયો છે લૂંટાવદર ગામના પાટિયા પાસે કોલસા ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો અને વધી રહેલા અકસ્માતોથી વિસ્તારના ગ્રામજનોમાં ભય સાથે રોષ ફેલાયો છે અને બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનચાલકો સામે કાર્યવાહીની માંગ ગ્રામજનો કરી રહ્યા છે  

(11:38 pm IST)