Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

એક તરફ માતૃત્વ બીજી તરફ પોલીસની ફરજ

ધોરાજીનાં મહિલા પીએસઆઇ સોલંકીની દાસ્તાનઃ ૬ મહિનાની પુત્રીને સાથે રાખીને જાય છે ફરજ ઉપર

તસ્વીરમા માતા પોતાની ૬ મહિનાની પુત્રી સાથે નજરે પડે છે.

ધોરાજી, તા.૫: રાજકોટ જીલ્લાનાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં માતૃતાના અનોખા દર્શન થઇ રહ્યા છે. અહીના પીએસઆઇ શ્રીમતી સોલંકી પોતાની ૬ મહિનાની પુત્રી સાથે ફરજ બજાવી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં તમે જશો તો એક બાહોશ પી.એસ.આઈ અને માતૃ સંબંધને નિભાવનાર માતા અને એક કર્મચારી પી.એસ.આઈ સોલંકીને સલામ છે પોલીસ સ્ટેશન ફરજ દરમિયાન પોતાની સાથે પોતાની ૬ માસની દીકરી હાર્વીને સાથે રાખી ફરજ પર જાય છે . તમે જશો તો તમારી આંખો એક નિર્દોષ બાળકને જોઈને આશ્યર્યમાં પડી જશે.

એક તરફ ૨૪ કલાકની ડ્યુટી અને બીજી તરફ માતાની ફરજ, પરંતુ માતા એટલાં જ સંયમથી બંન્ને ફરજ નિભાવે છે અને અત્યંત નિયંત્રિત રીતે કામ કરે છે. આ દિવસોમાં સેશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યકિતને તેમને એક સલામ અને તેમની મમતા પર ગર્વ કરે છે હાર્વીના જન્મ પછી તેમણે ૬ મહિના નોકરી છોડવી પડી હતી. ગયા મહિને, તેમણે પરત જોઈન કર્યું છે.

બંને ફરજ એકસાથે નિભાવવી થોડી અદ્યરી છે. પરંતુ તે કહે છે કે , મુશ્કેલ તો છે પરંતુ મારા માટે બંને અત્યંત મહત્વના છે, તેથી હું ફરજ તેમજ બાળકની કાળજી રાખુ છું. પી.એસ.આઈ સોલંકી કહે છે કે, કયારેક પરિસ્થિતિ એવી થાય કે બંને ફરજ નિભાવવી કપરી થાય છે.પરંતુ મારા પોલિસ સ્ટાફ અને પરિવારના સાથ સહકારથી હુ આ બંને ફરજ સારી રીતે નિભાવી શકુ છુ.

(4:06 pm IST)