Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઓખા બંદરે દરિયાઇ ગાયને બચાવવા અનોખુ અભિયાન

ઓખા : બેટ પેસીજર જેટી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઇન્ડીયા દહેરાદુનના સંશોધકોની ટીમ દ્વારા લુપ્ત થતી દરીયાઇ જીવ સૃષ્ટિને બચાવવા લોકોમાં જાગૃતતા લાવવા અનોખુ અભિયાન ચલાવવામાં આવેલ. જેમાં સંકટ ગ્રસ્ત જાહેર કરાયેલા પ્રાણીઓમાંથી એવા દરિયાઇ ગાય (ડ્રેગોગ)ને બચાવવાના સંદેશ સાથે ઓખા બેટ જેટી પર દરીયાઇ ગાયનું ટેડીબીયર સ્વરૂપ ધારણ કરી યાત્રીકોને દરિયાઇ જીવો માટે ખુબ જ જરૂરી એવા દરીયાઇ ઘાસના મહત્વ અને તેમને નુકસાન કરતા પરિબળો વિશે માહિતગાર કર્યા હતા તથા દરિયાઇ ગાય અને લુપ્ત થતી દરિયાઇ જીવ સૃષ્ટિને બચાવવા અનુરોધ કર્યો હતો.

(11:55 am IST)