Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગોંડલના છેતરપીંડીના ગુન્હામાં છ વર્ષથી વોન્ટેડ કિશોર પટેલ પકડાયો

રાજકોટ તા. પ :.. ગોંડલના છેતરપીંડીના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને  સુરતમાંથી રૂરલ એસ. ઓ. જી. ની ટીમે ઝડપી લીધો હતો.

રાજયના ડીજીપી તરફથી નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે ડ્રાઇવર રાખવામાં આવેલ હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના તથા એસ. ઓ. જી. પો. ઇન્સ. એમ. એન. રાણાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં રહેતા નાસતા ફરતા આરોપીઓ અંગે અલગ અલગ ટીમ બનાવેલ હોય જે અંતર્ગત સુરત શહેરમાં રહેતા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવેલ હોય જેમાં પો. હેડ કોન્સ. સંજયભાઇ નિરંજની તથા કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો. કોન્સ. રણજીતભાઇ ધાધલની એક ટીમ બનાવી સુરત ખાતેના નાસતા ફરતા આરોપીઓની તપાસમાં મોકલતા ગોંડલ સીટી ફ. ગુ. ર. નં. પ૭/૧ર આઇપીસી ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો કિશોરકુમાર હેમતભાઇ ઇસાવલીયા પટેલ રહે. ઠાસા તા. લાઠી જી. અમરેલી વાળાને પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કરાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ કિશોર પટેલ સામે ૬ વર્ષ પૂર્વે ૭ લાખની ઠગાઇના મામલે ગુન્હો નોંધાયા બાદ નાસતો ફરતો હતો. (પ-૧૯)

(11:54 am IST)