Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કોડીનાર : રાજસ્થાની પરિવારના યુવકનો ભોગ લેવાયો : ૩ ગંભીર

કડવાસણ ફાટક પાસે ગંભીર અકસ્માત સર્જાયો

કોડીનાર, તા. પ : કોડીનારના કડવાસણ ફાટક પાસે આજે સવારે ૧૦-૩૦ કલાકની આસપાસ સોમનાથ તરફથી આવતી ફોર વ્હીલ કાર નં. જીજે-૦૩-ઇસી-૬૮૯૩ અને ટ્રક નં. જીજે-૬-એયુ-૮૪૦૦ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર રાજસ્થાનના પરિવારના યુવાન મહેન્દ્રસિંહ નિર્ભયસિંહ ચુડાવત રહે. ચિતોડગઢ રાજસ્થાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. જયારે કારમાં સવાર મૃતકના પરિવારજનો ૧ મહિલા-૧ બાળક સહિત કુલ ૩ વ્યકિતઓને ગંભીર ઇજા થતાં તેઓને પ્રથમ કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા.

 

ઘટનાની જાણ થતાં કોડીનાર પોલીસના પી.આઇ. જે.બી. ચાવડા, પી.એસ.આઇ. હેરમા, પી.એસ.આઇ. કે.એન. પરમાર સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલે ખસેડી ટ્રાફીક કલીયર કરાવી હતભાગી પરિવારના કુટુંબીજનોને રાજસ્થાન ફોન કરી જાણ કરી મૃતક મહેન્દ્રસિંહ નિર્ભયસિંહના મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડી તેમના પરિવારજનોના આવ્યા બાદ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

માનવતાનું ઉદાહરણ

કારમાં સવાર રાજસ્થાનના પરિવારનું કોડીનાર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલે મૃતકના ઘાયલ પરિવારજનોને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડવા પૂરતી મદદ કરી એમ્બ્યુલન્સ પૈસા વગેરેની સગવડ કરી આપી. ઉપરાંત આ હતભાગી પરિવારજો ૩ ઇજાગ્રસ્તો સાથે અન્ય કોઇ પરિવારજનમાં હાજર ન હોય, હોસ્પિટલે પોતાના કર્મચારીની ઇજાગ્રસ્ત સાથે રાજકોટ મોકલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. (૮.૪)

 

(11:54 am IST)