Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દારૂ ઢીંચીને રોલા પાડતા 'બુધા'ને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

અલટો કારમાં દારૂની બોટલ અને બિયરની બોટલ લઇ મહેફિલ માણવા જતા ૬ ઝડપાયા

હળવદ તા. ૫ : પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે અરસામાં એક અલટો કારમાં સવાર ૬ શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા અલટો કારની તપાસ કરાતા એક દારૂની બોટલ અને બિયર મળી આવતા કારમાં સવાર ૬ લબર મુછીયાના હોંશ ઉડી ગયા હતા. જયારે બીજા બનાવમાં હળવદમાંઙ્ગ અતિશયઙ્ગ દારૂ ઢીંચી સીન સપાટા નાખી અપશબ્દો બોલતા શખ્સને ઝડપી લઈ હળવદ પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ દ્વારા એક અલટો કાર, મોબાઈલ નંગ ૧૦ સાથે એક દારૂની બોટલ, બિયર મળી કુલ રૂ.ર૧૦પ૦૦નો મુદમાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા દારૂ ઢીંચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.ઙ્ગ

માહિતી મુજબ ગત મોડી રાત્રીના પ્યાસીઓ અલટો કાર નં.જી.જે.૩-ડીજી- ૭૪૬૫ લઈ દારૂની બોટલ અને બિયર સાથે મહેફીલ માણવા જતા હળવદ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા સુરેશ ચંદુભાઈ કોળી (ઉ.વ.ર૪), વિક્રમ વિજયભાઈ ગોહિલ, વિછી લાલજીભાઈ મકવાણા, વિકાસ રઘુભાઈ દેવીપુજક, વિકી ઉર્ફે બાઠીયો (રહે.તમામ હળવદ) સહિતનાઓ સામે હળવદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં ગત રાતના દારૂ ઢીંચી સીન સપાટા નાખતા નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઈ મકવાણા (રહે. જુની મામલતદાર કચેરી સામે)ને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી બુધાને કાયદાનું ભાન કરાવ્યું હતું.(૨૧.૧૩)

(11:48 am IST)