Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દ્વારકાની મુલાકાતે વિધાનસભા સમિતીના સભ્યો

 વિધાનસભાની ખાત્રી સમિતી દ્વારકાની મુલાકાતે આવી હતી. સમિતિએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દર્શન કર્યા હતા અને બાદમાં દ્વારકા ખાતે આવેલ પાણી શુધ્ધ કરવાના ટ્રીટમેન્ટ પ્લાનની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ ભુગર્ભ ગટર નેટવર્કની કામગીરી પુર્ણ થતા સદર નેટવર્કથી એકઠુ થતું પાણી ત્રણ પમ્પીંગ સ્ટેશન દ્વારા દ્વારકા શહેરથી દુર આવેલ સેવાગ ટ્રીટમેન્ટ પ્લાન પર લાવી દૈનિક ૭૪ લાખ લીટર ભુગર્ભ ગટરનું પાણી શુધ્ધ કરી શકાશે. સમિતિના ધારાસભ્ય સર્વશ્રી વલ્લભભાઇ કાકડીયા, લાઠી( વિરજીભાઇ ઠુંમર, ધંધુકાના રાજેશભાઇ ગોહિલ, ઉંઝાના  આશાબેન પટેલ, ડિસાના  શંશીકાંત પંડયા, આકોટાના સીમાબેન મોહિલે, વલસાડના ભરતભાઇ પટેલ અને ચંદનજી ઠાકોર તેમજ પાણી પુરવઠા અધિકારી તથા દ્વારકા ચીફ ઓફસરશ્રી ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(11:33 am IST)