Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પોરબંદર રોટરી દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ

 પોરબંદર : કિંદર ખેડા ખાતે ફ્રી તપાસ મેડીકલ કેમ્પ રોટરી કલબ ઓફ ગાંધી સુદામા નગરી (પોરબંદર) આયોજીત જેમાં આંખની તપાસ-દાંતની તપાસ અને એકયુપ્રેસર (બોન સેટીંગ) સીસ્ટમથી સારવાર આપવામાં આવેલ. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર પ્રેસીડેન્ટ ડો. પુષ્પાબેન દયાલાણી, ડો. કરણ રાણાવાયા અને એકયુપ્રેસર શૈલેષ પરમાર દ્વારા આ કેમ્પને સફળતાથી સારવાર આપવામાં આવેલ. કેમ્પનું આયોજન ગામના સરપંચ રાજાભાઇ મેણંદભાઇ મોઢવાડીયા, સવદાસભાઇ ઓડેદરા, મુનાભાઇ ગોઢાણીયા અને સુરેશભાઇ મોઢવાડીયાએ પ્રચાર પ્રસાર અને સેવા કાર્યમાં ગામના અનેક લોકોને સહયોગ આપેલ. કેમ્પના ઉદ્ઘાટનની તસ્વીર.

(11:27 am IST)