Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જામનગરના ચંગા ગામમાં પત્નિ વિશે ખરાબ વાતો કરતા ખૂનની ધમકી આપતા યુવકનો આપઘાત

જુના મનદુઃખમાં જાતી પ્રત્યે અપમાનીત - ખૂનની ધમકી

 જામનગર તા. ૪ : મુળ પોરબંદર અને હાલ જામનગર તાલુકાના ચંગા ગામે રહેતા ભુરાભાઈ સીદીભાઈ મોઢવાડીયા ઉ.વ. ૬ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપીઓ પ્રતાપ માલદે મોઢવાડીયા, રામદે હરભમ ઓડેદરા એ ફરીયાદીના દિકરા નિલેશ ઉ.વ. ૩૬ વાળાને એકાદ અઠવાડીયા પહેલા ફોન કરી રામદેવની વાડીએ બોલાવી પ્રતાપ તથા રામદેવની પત્ની સાથે ખરાબ સંબંધની વાતો કેમ કમ કરે છે? તેમ કહી ધમકી આપી મોટર સાયકલમાં નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી તા. ૩ ના રોજ મોબાઈલ ફોનમાં દુકાન ખોલતો નહીં નહીંતર મારી નાખવાની ધમકા આપતા નિલેશની જીવન જીવવું અસહય કરી નાખી મરી જવા મજબુર કરતા નિલેશે પોતાના હાથે ઝેરી દવા પીતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન મનજીભાઈ પાલાભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૧૧–ર૦૧૮ના મયુરનગર, વામ્બે આવાસ માં ફરીયાદી ભાવનાબેનના ઘર પાસે આ કામના આરોપી મનહરબા એ ફરીયાદી ભાવનાબેન સાથે અગાઉનું મનદુઃખ હોવાના કારણે ફરીયાદ ભાવનાબેનના ઘર પાસે જઈ ફરીયાદી ભાવનાબેનને કહેલ કે તારો ઉપાડો બહુ વધી ગયેલ છે અને ફરીયાદી ભાવનાબેનને જાતિ પ્રત્યે હડધુત કરી ગાળો બોલવા લાગેલ તેવામાં આ કામના અન્ય આરોપી રેશમાબેન તથા વિજયભાઈ માણેક પણ ત્યાં આવી જતા ફરીયાદી ભાવનાબેનને ગાળો બોલતા હોય જે ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપી મનહરબા એ ફરીયાદી ભાવનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(3:31 pm IST)