Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

બગસરાનાં સુડાવડમાં અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી ગયો

બગસરા તા. ૪: અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં સુડાવડ ગામની સીમમાંથી અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમાં અશ્વિનભાઇ બચુભાઇ કોરાટની વાડીમાં રહેતા પરપ્રાંતીય પ્રભુભાઇ ડામોરના  પરિવારની ઝુપડી પાસેથી એક દિપડો પ્રભુભાઇના પુત્ર મેહુલને લઇને ભાગી છૂટયો હતો.

જેની જાણ થતા વન વિભાગની ટીમ અને પરિવારજનોએ બાળકની શોધખોળ આદરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(8:11 pm IST)