Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગોંડલમાં મહિલા પાસેથી મોબાઈલ સાથેના પર્સની ચીલઝડપ

રાજકોટ, તા. ૪ :. ગોંડલમાં બાઈકસ્વાર ગઠીયો મહિલાના હાથમાંથી મોબાઈલ સાથેનું પર્સ ઝુંટવી છનન થઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલમાં જેતપુર રોડ ત્રણ પુલીયા પુજારા ટેલીકોમ સામે વર્ષાબેન સંદીપભાઈ કાકડીયા ઉભા હતા ત્યારે બાઈક પર આવેલ એક અજાણ્યો શખ્સ ચાલુ બાઈકે વિવો કંપનીનો મોબાઈલ કિં. ૧૫૦૦૦ સાથેનું પર્સ ઝુંટવી ગાયબ થઈ ગયો હતો. આ અંગે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ થતા સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.(૨-૭)

(12:53 pm IST)