Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભાવનગરના ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ભાવનગર, તા.૪:  ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ  હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં પાછળના ભાગની દિવાલે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપાનાના પાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો શખ્સો ઝડપાયા છે.

જેમાં સુરવીરભાઇ કિશોરભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.મુંખ્યમંત્રી આવાસ યોજના માર્કેટીંગ યાર્ડ, સમીરભાઇ અબ્બાસભાઇ સૈયદ ઉ.વ.૧૯ રહે.મુંખ્યમંત્રી આવાસ યોજના માર્કેટીંગ યાર્ડ, તુષારભાઇ અશોકભાઇ ઝાલા ઉ.વ.૨૪ રહે.માર્કેટીંગ યાર્ડની પાછળ, ઇન્દીરાનગર, અજયભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. ચિત્રા, તપોવન સ્કુલની બાજુમાં, ઇમરાનભાઇ ભીખુભાઇ સલોત ઉ.વ.૨૨ રહે.આખલોલ જકાતનાકા, માર્કેટીંગ યાર્ડની પાછળ, ભાવ,  નરેશભાઇ ગોરધનભાઇ મોરી ઉ.વ.૩૩ રહે.ચિત્રા, રાજનગર સોસાયટી, રણજીતભાઇ ભરતભાઇ શાહઉ.વ.૩૩ રહે.ચિત્રા, મહાલક્ષ્મી સોસાયટી પ્લોટનં-૩૪, સામે કાર્યવાહી કરી છે.

પોલીસ રોકડ રૂપિયા રૂટ્ટ.૧૧,૬૦૦/- તથા મોબાઇલ ફોન-૦૬ કિં.રૂ.૨૭,૦૦૦/- તથા મો.સા.-૦૨ કિં.રૂ.૬૦,૦૦૦-/ કુલ કિં.રૂ.૯૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા હેડ કોન્સ. જે.બી. ગોહિલ તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહીલ તથા તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી તથા મહિપાલસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણી જોડાયા હતા.(

(12:51 pm IST)