Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ધ્રોલના લતીપર ગોકુલપુરના ગોવિંદભાઇ પટેલનું બોલેરોની ઠોકરે ચડી જતાં મોત

રાજકોટથી કામ પતાવી બાઇક હંકારી ખામટાના પાટીયે પહોંચ્યા ત્યારે રોંગ સાઇડમાં આવેલી બોલેરોએ ઉલાળી દીધાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૪: પડધરીના ખામટાના પાટીયા પાસે રોંગ સાઇડમાં આવેલી બોલેરોના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇક ચાલક ધ્રોલના લતીપુર ગોકુલપુરના લેઉવા પટેલ ખેડુત વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ લીતીપુર ગોકુલપુરમાં રહેતાં ગોવિંદભાઇ હંસરાજભાઇ તાલપરા (ઉ.૬૦) ગઇકાલે બપોરે કામ સબબ બાઇક હંકારી રાજકોટ આવ્યા હતાં. સાડા ત્રણેક વાગ્યે પરત પોતાના ગામ જઇ રહ્યા હતાં ત્યારે ખામટાના પાટીયા પાસે જામનગર રોડ તરફથી બોલેરો રોંગ સાઇડમાં આવતાં તેની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયા હતાં.

ગોવિંદભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ગોવિંદભાઇ સાત ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી પડધરી પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)
  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • કઠોળ પર સ્ટોક લિમિટ લગાવવાની કોઈ વિચારણા નથી :કેન્દ્રના ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારી એજન્સીઓ પાસે કઠોળનો પર્યાપ્ત ભંડાર છે અને કિંમતો પણ નિયંત્રણમાં છે ત્યારે કઠોળની સ્ટોક લિમિટ લાદવી જરૂરી નથી access_time 1:09 am IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST