Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરના દાઠા ગામે કુવા માંથી મળેલ મૃતદેહ નો બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું :પોલીસે આરોપી દંપતીને ઝડપી લીધા

 (વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગઇ તા.૨/૦૭/૨૦૨૨નાં રોજ નારસંગભાઇ દાનસંગભાઇ ખેર (ઉ.વ.૩૮) (  રહે.દાઠા ગામ, કણબી પ્લોટ વિસ્તાર, તા.તળાજા, જી.ભાવનગર) ની  લાશ ધર્મેન્દ્રસિંહ મનુભા સરવૈયા રહે.દાઠા તા.તળાજાવાળાની વાડીનાં કુવામાંથી મળી આવી હતી.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી/કર્મચારીઓએ તથા દાઠા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન સોર્સથી આ હત્યામાં વાડી માલિકને ફસાવવા માટે તેનાં કુવામાં લાશ નાંખી દીધેલ હોવાની અને આ હત્યામાં મરણ જનારનાં મિત્ર હઠીસંગભાઇ સોલંકી જ સંડોવાયેલ હોવાની અતિ ગોપનીય માહિતી આધારે હઠીસંગભાઇ તુલસીભાઇ સોલંકી તથા તેના પત્નિ શોભાબેન રહે.બંને દાઠાવાળાની પુછપરછ કરતાં મરણ જનારે હઠીસંગભાઇ ની પત્નિ પાસે અભદ્દ માંગણી કરેલ હોવાની દાઝ રાખી તેણે અને તેની પત્નિએ માર મારી હત્યા કરી લાશને તેની બાજુની વાડીવાળાનાં કુવામાં ફેંકી દીધેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે મરણ જનાર ના પત્ની મંજુબેન  નારસંગભાઇ દાનસંગભાઇ એ હઠીસંગભાઇ તુલસીભાઇ સોલંકી તથા તેના પત્નિ શોભાબેન રહે.બંને દાઠાવાળા વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી .
આમ પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખી આરોપીને ઝડપી લીધા છે
આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.  એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.  પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્ટાફનાં રાજેન્દ્દસિંહ સરવૈયા,ધર્મેન્દ્દસિંહ ગોહિલ,ડ્રાયવર જગદિશસિંહ તથા બી.એચ.શીંગરખીયા પો.સબ ઇન્સ., દાઠા પો.સ્ટે. તથા સ્ટાફનાં દિગ્વિજયસિંહ ગોહિલ તથા રક્ષાબેન પરમાર વિગેરે જોડાયા હતા.

(12:09 pm IST)