Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પરબધામમાં અષાઢી બીજનો મેળો ધામધૂમથી યોજાયોઃ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

મહંત કરસનદાસ બાપુ દ્વારા બંદોબસ્તની સરાહના, પોલિસ વિભાગનો આભાર વ્યકત કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૪: તાજેતરમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયેલ, જેમાં ધર્મપ્રેમી ભકતોને કોઈ અગવડતા ના પડે તે માટે ર્ંજૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેર્ટ્ટીંના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો....ં

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી દ્વારા ર્ં૦૧ ડીવાયએસપી, ૦૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ, ૨૫૮ પોલીસ, ૨૦૭ જીઆરડી, ૧૦૦ હોમ ગાર્ડ, એક પ્લાટૂન એસઆરપી, સહિત ૬૦૦ પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો બંદોબર્સ્તં ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત, મેળામાં ર્ંખિસ્સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડી સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાર્તં કરવામાં આવેલ. સમગ્ર ર્ંબંદોબસ્તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્ડ બંદોબસ્ત એમ બે ભાગમાંર્ં વહેંચવામાં આવેલ હતો. બહારથી આવતા ટ્રાફિક ને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ દ્વારા ર્ંતમામ રોડ ઉપર પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ દરેક રોડ ઉપર રાવટીઓ નાખી રાવટીઓમાં પણ પોલીસ બંદોબર્સ્તં રાખવામાં આવેલ.

આમ, પરબધામ ખાતે અષાઢી મેળામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ના હતો. લોકોએ ખૂબ જ શાંતિ થી અગવડતા વગર મેળો માણેલ હતો. સામાન્ય મોબાઈલ ચોરી સિવાય કોઈ બનાવ બનેલ ના હતા. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી -દીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા ર્ંસતત ખડે પગે રહી, પરબધામ ખાતે આવતા ભાવિ ભકતોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ વ્યવર્સ્થાં ગોઠવવામાં આવેલ હતી. મેળા દરમિયાન વરસાદ વરસતા ર્પકિંગના સ્થળ ખેતરોમાં આવેલ હોઈ, વાહન ર્પાકિંગ કરવામાં કોઈ અગવડતા ના પડે વાહન ચાલકોને હેરાનગતિ ના થાય એ બાબતની પણ કાળજી રાખવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા પણ સતત બે દિવસ પરબધામની વિઝીટ કરી, સુરક્ષા વ્યવસ્થા બાબતે માર્ગદર્શર્નં આપવામાં આવ્યું હતું. ર્ંપરબધામના મહંત કરસનદાસ બાપુ તથા વ્યવસ્થાપકો દ્વારા પોલીસ બંદોબસ્તની સરાહના કરી, સારો બંદોબસ્ત રાખવા બદલ પોલીસ વિભાગનો આભાર માનવામાં આવેર્લં છે.

(2:04 pm IST)