Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભાયાવદરની સગીરાના અપહરણમાં વોન્ટેડ આરોપીને એસઓજીએ પકડયો

દર્શન ઉર્ફે રાજન મકવાણા એક વર્ષથી નાસતો ફરતો'તો

રાજકોટ, તા. ૪ :. ભાયાવદરની મુસ્લિમ સગીરાના અપહરણમાં એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સને એસઓજી પોલીસે પકડી પાડયો છે.

 

જાણવા મળ્યા મુજબ મુસ્લિમ સગીરાને વર્ષ ૨૦૧૭માં દર્શન ઉર્ફે રાજન મગનભાઈ મકવાણા (ઉ.વ.૨૦, રહે. ભાયાવદર) લલચાવી - ફોસલાવી ઉપાડી ગયો હતો. જેમાં ફરીયાદ નોંધાયા બાદ પોલીસે શોધખોળ કરવા છતા પણ હાથ નહિ આવતા વોન્ટેડ હતો.

દરમિયાન આજે બાતમીના આધારે એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એસ. પંડયા, પી.એસ.આઈ. યુ.એ. વસાવા, કોન્સ. અતુલ ડાભી, રણજીતભાઈ અને ડ્રાઈવર સાહિલભાઈ સહિતની ટીમે વોચ ગોઠવી દર્શનને પકડી પાડી ભાયાવદર પોલીસને સોંપી દીધો હતો.(૨-૧૧)

(2:24 pm IST)