Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જુનાગઢમાં બાયપાસ પ્રશ્ને મહેન્દ્રભાઇ મશરૂની આગેવાનીમાં ધરણાના મંડાણ

યુનિવર્સિટી ગેઇટ ખાતે જન જાગૃતિનો પ્રયાસઃ ઇવનગર-મેંદરડા રસ્તા મુદ્દે આક્રોશ

જુનાગઢઃ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની આગેવાનીમાં આજે ધરણા સાથે આંદોલનના મંડાણ કર્યા છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ  તા. ૪ : ઇવ-નગર-મેંદરડા બાયપાસના પ્રશ્ને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની આગેવાનીમાં આજે સવારે ધરણા કરી જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાંં આવ્યો હતો.

શહેરની બહારથી પસાર થનાર જુનાગઢ-ઇવ-નગર-મેંદરડા, બાયપાસ અને કૃષિ યુનિ.ની. કાઢવાની હિલચાલ સામે જનજાગૃતિ લાવવા સવારે કૃષિ યુનિ.ના ગેટ ખાતે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની આંગેવાનીમાં ધરણા કરવામાં આવેલ.

જેમાં મશરૂની સાથે અગ્રણી ધીરૂભાઇ ટાંક, કોર્પોરેટર, બાલાભાઇ , હર્ષાબેન ડાંગર, હિતેશભાઇ ઉદાણી તેમજ વીરાભાઇ મોરી, ખમીર મજમુદાર, વેલજીભાઇ પાથર ઉપરાંત ઇવ-નગરનાં ખેડુતો વગેરેએ જોડાઇને જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

શ્રી મશરૂએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વર્તમાન ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ચુંટણીનાં એક માસ પછી જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસને કરી હતી. અને હવે તેઓએ આ બાઇપાસ જૂનાગઢનાં ઘરેણા સમાન કૃષિ યુનિ.ની મધ્યમાંથી કાઢવાની રજુઆત સાથેની માંગણી કરી છે.

શ્રી મશરૂએ વધુમાં જણાવેલ કે, કૃષિ યુનિ.ની વચ્ચેથી બાયપાસ પસાર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ગંભીર બની શકે તેમજ શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બની શકે તેવી શકયતા છે. આથી આ બાયપાસ અગાઉ નકકી થયા મુજબ શહેરની બહારથી પસાર થાય તે માટેની કામગીરી-કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે સવારે ધરણા થકી જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.

(11:32 am IST)