Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ધોરાજીમાં GST ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીઃ વેપારીઓ હર્ષભેર જોડાયા

વનનેશન વન ટેકસ યોજના હેઠળ

ધોરાજી તા.૪: ૩૦ જુન ૨૦૧૭ની મધ્યરાત્રીએ વીઝનરી વડાપ્રધાન દ્વારા જી.એસ.ટી.ની જાહેરાત કરવામાં આવેલી. સમગ્ર દેશમાં ૧, જુલાઇ ૨૦૧૭ના રોજથી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો, જેને આજે એક વર્ષ પુરૂ થયું છે.

સમગ્ર દેશમાં આ એક વર્ષનાં અંતે જી.એસ.ટી. ના લેખા-જોખા કરી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધોરાજીમાં પણ જી.એસ.ટી. ઓફિસ દ્વારા આજરોજ ઉજવણી કરવામાં આવી. ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વેપારઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઇ વોરા તેમજ જયંતિભાઇ પાનસુરીયા, લલિતભાઇ અખેણીયા, ઉપસ્થિત રહયા હતા.

આ તકે અધ્યક્ષસ્થાને લલિતભાઇ વોરાએ જણાવેલ કે, એક વર્ષ પહેલા જયારે જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો ત્યારે વિરોધપક્ષ દ્વારા ખુબજ આલોચના અને ટીકા કરવામાં આવી હતી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ(જી.એસ.ટી.) ને ગબ્બરસિંહ ટેકસ કહેવામાં આવ્યો, પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એક વર્ષ પછી વેપારોઓ અને લોકોની માનસીકતા જી.એસ.ટી. પ્રત્યે હકારાત્મક ઉભરી આવી છે, લોકો ઇમાનદારી પુર્વક કર ભરતા થયા છે, જી.એસ.ટી. દાખલ કરવામાં નહોતો આવ્યો તે વર્ષની કર આવક ૮.૬૩ લાખ કરોડ અને જી.એસ.ટી. દાખલ થયા પછી એ આવક ૧૧ માસની વધીને ૧૦.૦૬ થઇ છે.

વેરા અધિકારી કિશોરભાઇ દઢાણીયાએ જણાવ્યું હતું કે, સરકારનું પગલું સ્તુત્ય છે. સરકારના જી.એસ.ટી. લાગુ કરવાના પગલાાને હિંમતભર્યુ ગણાવતા, લોકોને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

આ તકે, સેલીબ્રેશનના ભાગરૂપે કેક કાપવામાં આવી હતી, આ પ્રસંગે રાજય વેરા નિરીક્ષકશ્રી નટુભાઇ દઢાણીયા વકીલો, વેપારીઓ મોટી સંખ્યામં હાજર રહેલા, વેપારઉદ્યોગ મહામંડળના શ્રી જયંતિભાઇ પાનસુરીયા, વકીલશ્રી ગોવિંદભાઇ બાબરીયા, ઉત્પલ ભટ્ટ, દલસુખભાઇ, ચુનિભાઇ સંભવાણી, ગુલરાજ છતાણી વિગેરે હાજર રહયા હતા. (૧.૨)

 

(9:37 am IST)