Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હલેન્‍ડા-ઉમરાળીમાં દરેક બસને સ્‍ટોપ આપવા વિદ્યાર્થી ભાઇ બહેનોની માંગ

રાત્રી સ્‍ટોપ અને મેટ્રો લીંક આપવા રજુઆત : એસ.ટી. ડીવીઝનને પત્ર

રાજકોટ તા. ૪ : હલેન્‍ડા, ઉમરાળી, ડુંગરપુરના મળી આશરે ૧૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો રાજકોટ અભ્‍યાસ અર્થે અપડાઉન કરે છે. ત્‍યારે આ વિદ્યાર્થીઓની સગવડ સચવાઇ રહે તે માટે ઉપરથી આવતી જતી તમામ બસોને ઉમરાળી અને હલેન્‍ડા સ્‍ટોપ આપવા એસ.ટી. ડીવીઝનને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

હાલ હલેન્‍ડા અને ઉમરાળીમાંથી પસાર થતી બસો ઉભી રખાતી નથી. જેથી હલેન્‍ડા ઉમરાળી અને ખારચીયા પાસે જો સ્‍ટોપ અપાય તો વિદ્યાર્થી સમુહની મોટી સગવડ સચવાઇ રહે. ઉપરાંત કાયમી ધોરણે હલેન્‍ડા ઉમરાળીના રસ્‍તે રાત્રી સ્‍ટોપ તેમજ મેટ્રો લીંક આપવા પણ માંગણી ઉઠાવવામાં આવી છે.

હલેન્‍ડા - ડુંગરપુરના સરપંચની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનો મોંઘી ડવ, કાર્તીક ડવ, યાજ્ઞિક રોકડ, કેવિન રોકડ, ભાર્ગવ ધાનાણી, ગૌરવ રોકડ, શુભમ રોકડ, વિવેક ધાનાણી, મહેક રોકડ, યશ ગજેરા, આર્યન સાવલીયા, શૈલેષ આહીર દ્વારા વિસ્‍તૃત પત્ર દ્વારા રજુઆત કરાઇ છે. પત્રની નકલ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ જસદણ, અમરેલી, બોટાદ એસ.ટી. ડીવીઝનને પણ રવાના કરેલ છે.

(12:14 pm IST)
  • ગાંધીનગરમાં પ્રાથમીક શાળા ખોલવા સંદર્ભે કેબીનેટની બેઠક મળશે : ચૂંટણીના કારણે ૪ વખત મુલત્વી રખાઇ બેઠકઃ કોરોના સંક્રમણ, રસીકરણ સંદર્ભે બેઠકમાં ચર્ચા થશેઃ લવ જેહાદ સહિતના નવા બીલ સંદર્ભે થઇ ચર્ચા access_time 1:22 pm IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • મેરીકોમ ચેમ્પિયન્સ અને વેટરન્સ સમિતિના અધ્યક્ષ : વિખ્યાત બોકસર અને છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમને આંતરરાષ્ટ્રીય બોકિસંગ એસોસિએશન- એઆઈબીએ એ 'ચેમ્પિયન્સ અને વેટરન્સ' સમિતિના અધ્યક્ષ તરીકેની પસંદગી કરી છેઃ એ.આઈ.બી.એ.બોર્ડ ઓફ ડિરેકટરના મતદાનમાં મેરીકોમના નામ પર સહમતી થઈ હતી access_time 4:00 pm IST