સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

હલેન્‍ડા-ઉમરાળીમાં દરેક બસને સ્‍ટોપ આપવા વિદ્યાર્થી ભાઇ બહેનોની માંગ

રાત્રી સ્‍ટોપ અને મેટ્રો લીંક આપવા રજુઆત : એસ.ટી. ડીવીઝનને પત્ર

રાજકોટ તા. ૪ : હલેન્‍ડા, ઉમરાળી, ડુંગરપુરના મળી આશરે ૧૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો રાજકોટ અભ્‍યાસ અર્થે અપડાઉન કરે છે. ત્‍યારે આ વિદ્યાર્થીઓની સગવડ સચવાઇ રહે તે માટે ઉપરથી આવતી જતી તમામ બસોને ઉમરાળી અને હલેન્‍ડા સ્‍ટોપ આપવા એસ.ટી. ડીવીઝનને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

હાલ હલેન્‍ડા અને ઉમરાળીમાંથી પસાર થતી બસો ઉભી રખાતી નથી. જેથી હલેન્‍ડા ઉમરાળી અને ખારચીયા પાસે જો સ્‍ટોપ અપાય તો વિદ્યાર્થી સમુહની મોટી સગવડ સચવાઇ રહે. ઉપરાંત કાયમી ધોરણે હલેન્‍ડા ઉમરાળીના રસ્‍તે રાત્રી સ્‍ટોપ તેમજ મેટ્રો લીંક આપવા પણ માંગણી ઉઠાવવામાં આવી છે.

હલેન્‍ડા - ડુંગરપુરના સરપંચની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનો મોંઘી ડવ, કાર્તીક ડવ, યાજ્ઞિક રોકડ, કેવિન રોકડ, ભાર્ગવ ધાનાણી, ગૌરવ રોકડ, શુભમ રોકડ, વિવેક ધાનાણી, મહેક રોકડ, યશ ગજેરા, આર્યન સાવલીયા, શૈલેષ આહીર દ્વારા વિસ્‍તૃત પત્ર દ્વારા રજુઆત કરાઇ છે. પત્રની નકલ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ જસદણ, અમરેલી, બોટાદ એસ.ટી. ડીવીઝનને પણ રવાના કરેલ છે.

(12:14 pm IST)