Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગિરનાર-૫.૫, નલીયા-૬.૬,જામનગર-૧૦.૨, જુનાગઢ ૧૦.૫ ડિગ્રી

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ યથાવત છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે ત્યારે આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૫.૫ ડિગ્રી, નલીયા ૬.૬, ગાંધીનગર ૯.૫, જામનગર ૧૦.૨ ડિગ્રી, રાજકોટ ૧૨.૩ ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે.

છેલ્લા બે-આચર દિવસથી લઘુતમ તાપમાનના પારો સતત નીચે ઉતરી રહ્યો છે.જેના કારણે  મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં કાતિલ ઠંડીનો મણ મુકી છે. જુનાગઢના ગિરનાર પર્વત ખાતે આજનું તાપમાન પ.૫ ડિગ્રી રહ્યુ છે

સપ્તાહના પ્રારંભથી ઠંડીનું મોજુ શરૂ થયુ છે મંગળવારે સોરઠમાં ૮.૫ ડીગ્રી હાડ થીજાવતી ઠંડી બાદ છેલ્લા બે દિવસમાં તાપમાનમાં રહેજ વધારો થયો છે. આજે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી રહેતા ઠંડીએ બોકાસો લોલાવ્યો હતો.ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતા વહેલી સવારથી ધુમ્મસનું આક્રમણ થતા ઠંડીની તીવ્રતા વધી રહી સવારે ૫વનની પ્રતિ કલાકની ઝડપ ૨.૧ કિમીની રહી હતી.જુનાગના ગિનાર અને દાતાર પર્વત ખાતે ૫.૫ ડીગ્રી  તાપમાન રહેતા ગાત્રો થીજાવતી ઠંડી અનુભવાઇ છે. યાત્રિકો ઠુઠવાઇ ગયા હતા.જંગલમાં ઉપર આભ અને ધરતી વચ્ચે રહેતા પશુ, પક્ષીઓ પંખી સહિતના અલોલ જીવો પણ કાતિલ ઠંડીથી મુશ્કેલીમાં મુકાયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૨૫.૮ મહત્તમ, ૧૦.૨ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

પ.પ ડીગ્રી

નલીયા

૬.૬ ડીગ્રી

ડીસા

૯.૦ ડીગ્રી

ગાંધીનગર

૯.પ ડીગ્રી

જામનગર

૧૦.ર ડીગ્રી

જુનાગઢ

૧૦.પ ડીગ્રી

અમદાવાદ

૧૦.પ ડીગ્રી

વલસાડ

૧૦.૬ ડીગ્રી

મહુવા

૧૧.૧ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૧.૩ ડીગ્રી

ન્યુ કંડલા

૧૧.૬ ડીગ્રી

ભુજ

૧૧.૮ ડીગ્રી

અમરેલી

૧ર.૦ ડીગ્રી

રાજકોટ

૧ર.૩ ડીગ્રી

ભાવનગર

૧૩.૪ ડીગ્રી

પોરબંદર

૧૩.૯ ડીગ્રી

(3:42 pm IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST