Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સુરેન્દ્રનગરના બોડિયા ગામ પાસે ગત રાત્રીના સાબુની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી : લાખોના નુક્શાનની આશંકા

શોર્ટસર્કીટને કારણે આગ લાગ્યાનું તારણ : ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના બોડિયા ગામ પાસે સાબુની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનાને પગલે લાખોના નુક્શાનની આશંકા સેવાઈ રહી છે મળતી વિગત મુજબ બોડિયા ગામ પાસે આવેલ સાબુની ફેક્ટરીમાં સોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી ઘટના અંગે જાણ થતા  ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને  આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગના કારણે કોઇ જાન હાની ન થઇ હોવાની માહિતી મળી હતી. લાખો રૂપિયાના નુકસાનની આશંકા દર્શાવાય રહી છે.

 

(10:33 am IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST