Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ટંકારાની ૩૦ લાખની છેતરપીંડીના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ બે શખ્સો પકડાયા

વિજય જીવાણી તથા મહેન્દ્ર જીવાણીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધા

ટંકારા તા. ૩: ટંકારા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુન્હામાં એકાદ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કોવોર્ડે ઝડપી લીધા હતા.

ટંકારા તાલુકાના ધુનડા (ખાન) ના કિશોરસિંહજી જીલુભા જાડેજા એ વિજય નરભેરામ જીવાણી તથા મહેન્દ્ર નરભેરામ જીવાણી સામે રૂ. ૩૦ લાખ લઇને પરત ન આપી છેતરપીંડી કર્યા અંગે પોલીસ ફરીયાદ કરેલ હતી.

મોરબી જિલ્લાના ફરાર આરોપીઓને પકડવાની સુચનાઓ અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ મોરબીના પો. હેડ કો. ચંદ્રકાંતભાઇ વસરામભાઇ વામઝા, સહદેવસિંહ નીરૂભા જાડેજા, જયેશભાઇ સોમાભાઇ વોલા એ ટંકારા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં. ર૩/ર૦૧૯ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબના નાસતા ફરતા આરોપી વિજયભાઇ નરભેરામભાઇ જીવાણી ઉ. વર્ષ ૩૮ મહેન્દ્ર નરભેરામભાઇ જીવાણી ઉ. ૩૬ રહે. હાલ ભીલવાડા આઝાદનગર રાજસ્થાનને દબોચી લીધા હતા. પકડાયેલ બન્ને આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડ ટંકારા પોલીસનો હવાલે કર્યા હતા.

(1:45 pm IST)
  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST

  • મમતા બેનરજી વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડેબ્યુથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે:તેમણે કહેલ કે વિપક્ષ આ પ્રશ્ન રાજકીય સ્વરુપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેંગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યું છે. access_time 12:51 am IST