Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમિયાન જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમિયાન જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

    બેટ દ્વારકા માં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરવાની કામગીરી હાથ ધરાઈ જ્યારે અનેક સ્થળોએ જિલ્લા પોલીસે દરોડા પાડયા છે.

દારૂના નશાના કારોબાર સાથે સંકળાયેલા બુટલેગરોના સ્થળે પર પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને મોટી માત્રામાં દારૂ સાથે બે લોકોને ઝડપી લીધા છે.

પોલીસે આશરે દારૂની 130 થી વધુ પેટીઓ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી ત્યારે કેટલાક બુટલેગરોના નામ ખુલે તેવી પુરેપુરી શક્યતા છે.

   જિલ્લામાં મેગા ઓપરેશન અને પોલીસના દરોડા થી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

(4:27 pm IST)