Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સંગીતમાં મારી દરેક ક્ષણ યાદગાર હોય છે, હું ક્ષણોમાં જીવું છું : કૈલાશ ખેર

આધ્યાત્મમાંથી જે સંગીત આવશે તે અજર રહેશે, અમર રહેશે

કહીએ છીએ પણ આજની જનરેશનને કયારેય દોષ આપવો જોઈએ નહીં પણ તેની જગ્યાએ એમ કહેવું જોઈએ કે હે માતા-પિતાઓ તમે સુધરી જાઓ અને જીવનની રક્ષા કરો. કારણ ? કેમકે તમે જે વાવી રહ્યા છો તે કાંટા વાવી રહ્યા છો તમને એવું લાગે છે કે તમે તમારા બાળકને અંગ્રેજીમાં ભણાવી લીધું, ઓકસફોર્ડ મોકલી દીધો એ પૂરતું છે. નહીં હકીકતમાં તમે તમારા પગ પર કુહાડી નથી મારતા પણ તમે તમારા પગ ધીમેધીમે કાપી રહ્યા છો અને સમાજમાં આજે આ ખૂબ ઝેર ની જેમ ફેલાઇ રહ્યું છે. ધીમે ધીમે આપણે આપણી જનરેશનને વિદેશમાં ભણવા મોકલીએ છીએ. બાળકો ત્યાં વિદેશમાં જ રહી જાય છે અને અહીં માતા પિતા વૃદ્ઘાશ્રમમાં રહેવા લાગે છે. આપણા ભારતમાં વૃદ્ઘાશ્રમ પહેલા હતા શું ? હું એટલું જ કહીશ કે તમે સંગીત ને છોડો, પહેલા જીવનનું સંગીત સુધારો. મનુષ્ય સમાજી બને તે ખૂબ જ જરૃરી છે. પહેલા જો સમાજી બનશે તો એવું સંગીત નીકળશે કે આપમેળે તેમાંથી આનંદ મળશે. આ સંતો આટલા મસ્ત શું કામ રહે છે શું કોઈ તેને જડીબુટ્ટી આપે છે? કોઈ તેને પેમેન્ટ આપી જાય છે? કૈલાશજી કહે છે,

'સંતો કે આગે કોન ચીઝ બાદશાહી,

બાદશાહને દુલ્હા બન કે નો

છોડી દશ બ્યાહી,

સંત દુલ્હે હૈ રામ નામ કે

લાઇ તોડ નિભાઇ,

બાદશાહ કી સંપતિ આગે

નીકલ જાયે ગુમરાહી,

સંતો કે સંતોષ ખજાને ભર

રહે થાહ થાહી..'

સંતો આટલા આનંદિત શું કામ રહે છે? તેમને કોઈ ચિંતા શા માટે નથી? પહેલા મનુષ્ય સંતો જેવું જીવન જીવતો હતો હવે તે મટી ગયું છે. આજે તમને એ જ વ્યકિત ખૂબ જ ટેન્શનમાં લાગે છે જેની પાસે ખૂબ જ ખજાનો હોય. મનુષ્યએ સુધરવું પડશે. આજે માતા-પિતા તેમનાં સંતાનોને બગાડી રહ્યા છે એ પહેલા પોતે બગડી રહ્યા છે. આજે લોકોએ તપવા ની જરૃર છે. અંગ્રેજીનો જે વર્લ્ડ ટફ છે તપ પરથી જ બન્યો છે. તમે એટલા તપો કે તમારી સુગંધ જ તમને સંસારમાં લઈ આવે. આજે લોકો મંદિરમાં જાય છે પણ મંદિર કોઈ પાસે જતું નથી એટલે આજે મંદિર બનવું પડે પણ એ મંદિર બનવા માટે જીજીવિષા જોઈએ. આજે લોકોને ચાંદા ને પકડવો છે, સ્પર્શવો છે અને પણ આજે જ બધું કરવું છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ મુંબઈ આવ્યા પછી સ્વભાવે ખુમારી અને જુસ્સાદાર કૈલાશ ખેર તેમના કામ ખાતર કોઈ સંગીતકારને મળ્યા નહોતા કે કોઈને કામ પૂછવા પણ ગયા નહોતા. કારણ કે તેનું સપનું બોલિવૂડમાં ગીતો ગાવાનું ન હતું, તે માત્ર પોતાનું એક મ્યુઝિકલ આલ્બમ બનાવવા માંગતા હતા અને તેથી જ તે કોઈની પાસે કામ માંગવા ગયા નહોતા. કૈલાશ ખેરની માયાનગરીમાં ખૂબ જ ખરાબ હાલત હતી, સતત ગરીબી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની પાસે યોગ્ય ચપ્પલ પણ નહોતા, ઘરને બદલે એક ચાલમાં રહેતા હતા અને માત્ર તેના તૂટેલા ચપ્પલ પહેરીને સ્ટુડિયોમાં ફરતા હતા કે કોઈ તેનો અવાજ સાંભળે અને તેને આલ્બમ બનાવવાનો મોકો આપે. આ દરમિયાન તેને એક એડ માટે બોલાવવામાં આવ્યા અને રામ સંપતે તેને એડમાં અવાજ આપવા માટે ૫૦૦૦ રૃપિયા આપ્યા, આ પૈસા મળતાં તેમને થોડી હિંમત આવી હતી. એ જ રીતે, તેણે મુંબઈમાં ઘણા વર્ષો સુધી સતત સંઘર્ષ કર્યો અને પછી તેને ૨૦૦૩ની બોલિવૂડ ફિલ્મ અંદાજમાં ગાવાનો મોકો મળ્યો. કૈલાશ ખેરે આ ફિલ્મમાં 'રબ્બા ઈશ્ક ના હોવે' ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. અને આ ફિલ્મથી લોકો તેને ફિલ્મી દુનિયામાં ઓળખવા લાગ્યા. પરંતુ તેને અસલી ઓળખ ૨૦૦૩માં આવેલી ફિલ્મ વૈસ ભી હોતા હૈના ગીત 'અલ્લા કે બંદે હમ' થી મળી અને આ ગીત સાથે જ તેનું નસીબ બદલાઈ ગયું અને સિતારાઓની જેમ ચમકવા લાગ્યું. અને આ ગીત આજે પણ લોકોની જીભ પર આવે છે.

તમારી કોઇ યાદગાર ક્ષણ? કૈલાશ ખેરએ જણાવ્યુ કે સંગીતમાં મારી દરેક ક્ષણ યાદગાર હોય છે. હું ક્ષણોમાં જીવું છું. મારૃ કંઇ ફેવરેટ હોતું નથી અને હું આ રીતે જીવતો નથી. દરેક ક્ષણનો આનંદ મારા પરમાત્મા વહેંચી રહ્યા છે અને મારું જીવન આ રીતે જ ચાલી રહ્યું છે. જેમ એક ભમરડાને બાંધીને આપણે તેને ફેરવી એ એવી જ રીતે મારા પરમાત્મા અને કર્મમાં બાંધી રાખે છે અને તે ફેરવે તેમ હું ફરું છું.

બે દિવસ પહેલાં જ કૈલાશ ખેર મોસ્કોથી ટુર કરીને આવ્યા. શનિવારે મોરબીમાં ગરબાના આયોજનમાં અને રવિવારે રાજકોટ ખાસ અકિલા ના આંગણે મહેમાન બન્યા બપોરે ફલાઇટ માં મુંબઈ પહોંચી તરત જ અમિતાભ બચ્ચન સાથે સંવાદ કરવાના હતા ત્યારબાદ નવરાત્રિમાં હાજરી આપવાના હતા અને રાત્રે મુંબઇથી જ થાઈલેન્ડની ફલાઇટમાં જવાના હતા.

આજની પેઢીને શું સંદેશ આપશો? કૈલાશ ખેરનું કહેવું છે કે, મારો એ જ સંદેશ છે કે મારો કોઈ જ સંદેશ નથી. વધારે સંદેશના ચક્કરમાં ન પડો અને વધારે સંદેશ ખાવ પણ નહીં.(૨૧.૧૮)

 

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં કૈલાશ ખેરની જમાવટ

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા બોલીવુડ સીંગર કૈલાસ ખેરનો ભવ્ય સ્ટેજ શો યોજાયો હતો. શનિવારે રાત્રીના આયોજીત નવરાત્રી મહોત્સવમાં કૈલાસ ખેરએ ૪ થી ૫ કલાક ગીત - સંગીતની રમઝટ બોલાવી હતી. જેમાં ૨૦ હજારથી વધુ લોકોએ સ્વયંશિસ્ત સાથેકાર્યક્રમ માણ્યો હતો. શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

જેમાં પાટીદાર સમાજની આર્થિક તથા સામાજિક સેવાનો પવિત્ર ઉદ્દેશ. જરૃર જણાય ત્યાં  કાર્યકરો દ્વારા સમય અને શકિતની સેવા.  પાટીદાર સમાજની બહેન-દીકરીઓ માટે સામાજિક સુરક્ષા કવચ  હેઠળ મુકત નવરાત્રીનું ભવ્ય આયોજન. પાટીદાર સમુદાય સાથે સંગઠન અને પરસ્પર પરિચય થકી ઔદ્યોગિક તેમજ વેપારનો વિકાસ.

નવરાત્રી ગ્રુપ સંચાલન પધ્ધતિમાં આશરે ૩૦ થી ૪૦ સભ્યો ધરાવતી આ નવરાત્રી મહોત્સવ સમિતિ છે. આ ગ્રુપમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી વગેરે જેવા કોઈ હોદ્દા જ નથી, દરેક સભ્ય પોતાની આંતરિક આગવી શકિત અનુસાર કાર્યકર તરીકે સેવા આપે છે. આ ગ્રુપના સભ્યો કામ કે મીટીંગ માટે મળે ત્યારે સ્વખર્ચે જ મળવાનું હોય છે, હોદ્દા કે આર્થિક સ્તરથી પર હોય છે. દરેક સભ્ય દરેક કાર્ય માટે સ્વતંત્ર છે કોઈ પણ નિર્યણ લેતા પહેલાં સભ્યોને જાણકારી કરી બધાનો અભિપ્રાય લેવામાં આવે છે.

આજ સુધી આપેલ આર્થિક અનુદાન : કથાનું આયોજન કરેલ હતું. પાણી સુવિધા માટેની સેવા કરેલી છે. વૃક્ષ ઉછેર માટે પાણીનું ટેન્કર આપેલ છે.    'શ્રીસરદાર પટેલ'ના સ્ટેચ્યુનું નિર્માણ. સામાજિક સેવામાં વારંવાર આર્થિક સહયોગ. મોરબી શહેરમાં સી .સી. ટી .વી. કેમેરા માટે સહયોગ અપાયો છે. કોરોના મહામારીમાં  આર્થિક  અનુદાન તથા સભ્યો દ્વારા દર્દીઓ માટે સ્વયં સેવકોની ભૂમિકા અદા કરવામાં આવેલ છે. પટેલ સમાજ વાડી, મોરબી - વીરપરમાં માતબર દાન આપેલું છે. માનવ મંદીરમાં વ્યકિત પરિવહન માટે  ઇનોવા કાર ભેટ આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના કોઈ પણ ગામમાં પાટીદાર સમાજ વાડી બને ત્યાં ૧,૧૧,૧૧૧ રૃપિયાનો આર્થિક સહયોગ  આપવામાં આવે છે. ઉમિયા સર્કલનું ૨૦૨૨માં નિર્માણ કરાયું છે.

(3:59 pm IST)