Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગરમાં ફોન બાબતે પતિ પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતા પતિએ મોત મીઠું કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: અહીં જી.જી.હોસ્‍પિટલ મેડીકલ કેમ્‍પસ બ્‍લોક નં.૮૮ માં રહેતા સાયનાબેન ઈમરાનશા ફારૂકશા શામદાર, ઉ.વ.ર૮ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ઈમરાનશા ફારૂકશા શામદાર, ઉ.વ.ર૮ ને તેના પત્‍ની વચ્‍ચે ફોન મુકી સુઈ જવા બાબતે બોલાચાલી થતા મરણ જનારને ઈમશાનશા ને માઠુ લાગી આવતા જામનગરના નવાગામ ઘેડ ઈકબાલભાઈ સફીયાના મકાનમાં પંખાના હુકમા ચાદર વડે ગળેફાસો ખાઈ લેતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

પવનચકકી પાસે ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચકકી જેલ રોડ પર આરોપી નીરવ લક્ષ્મીદાસ કનખરા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧, કિંમત પ૦૦/- ની પોતાના કબ્‍જામાં રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ગાળો બોલી મારમાર્યાની રાવ

જામનગર જિલ્લાના સિકકા ગામે કારાભુંગા રામનગરમાં રહેતા બાબુભાઈ નારણભાઈ રાઠોડ, ઉ.વ.૩૧ એ સિકકા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બાબુભાઈ તથા તેમના માતા તથા પત્‍નીને આ કામના આરોપી મધુબેન એ ભુંડી ગાળો બોલી આરોપી મુકેશ રાઠોડ એ ફરીયાદી બાબુભાઈને લાકડાના ધોકાવડે ડાબા હાથમા ત્રીજી આંગળીમાં ફેકચર ની ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:56 pm IST)