Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશજીની સ્થાપનામાં ભકતજનો લીનઃ સાંજ સુધી મૂર્તિની ખરીદી કરી

સુરેન્દ્રનગર-જોરાવરનગર- વઢવાણમાં દરરોજ કાર્યક્રમોમાં ભકતો ઉમટી પડશે

વઢવાણ, તા. ૩ : સુરેન્દ્રનગરમાં હાલ ગણપતી મહોત્સવની ઉજવણીનો ઠેર-ઠેર થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરના લતે-લતે ગણપતી સ્થાપનોની સાથો સાથ જદેવ-જયદેવના નારા સાથેનો નાદ ગુંજીરહ્યો છે.

ગઇકાલે ગજાનંદ ગણપતી આરાધનાનો અવસર સુરેન્દ્રનગર અને જિલ્લાભરમાં ભારે ધામધુમ પૂર્વક થઇ રહ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણમાં ઠેર ઠેર ગણપતી સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં અનેક સ્થળોએ મોટા પાયે ગણપતી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો સવાર સાંજ ગણપતીજીના આરતી અને ભવ્ય કાર્યક્રમો યોજાશે.

જોરાવરનગરમાં જોરાવર કા રાજા ગણપતી સ્થાપન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર-વઢવાણ જી.આઇડીસીમાં પટેલ ટ્રાન્સપોર્ટ સંચાલિત ગણેશ સ્થાપના અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ગણેશ ચતુર્થી એટલે ગણેશ મહોત્સવ ગુજરાતમાં આ મહોત્સવ ખૂબ ધામધૂમ ઉજવણી કરવામાં આવે છે ને આ વર્ષે પણ ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓ બજારમાં જોવા મળી દર વર્ષે લોકો પોતાના શ્રદ્ધા પ્રમાણે શ્રી ગણેશજીની સ્થાપના કરે  છે ને પછી નદી કે તળાવમાં શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.

આ વર્ષે લોકો દ્વારા શ્રી ગણેશજીની મૂર્તિની ખરીદી સાંજ સુધી કરવામાં આવી હતી.

ગણેશ ચતુર્થી નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાના ગલીઓ શેરીઓમાં અને લોકોએ પોતાના ઘરોમાં ગણેશજીની સ્થાપના કરી છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશજીની મૂર્તિ કંડારવા માટે ખાસ મુંબઇ અને વિવિધ અલગ અલગ સ્થળેથી શિલ્પી કારો જિલ્લામાં આવ્યા છે.

(1:29 pm IST)