Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વ્યવસાય વેરો ઉઘરાવવા માટે રવિવારે પણ કેસ બારી ખુલ્લી રાખવામાં આવી

વઢવાણ, તા. ૩ : સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદમાં વ્યવસાય કરતાં વેપારી ભાઇઓ રાજય સરકાર દ્વારા જે વ્યવસાય વેરા માં વ્યાજ માફી યોજના ૩૧/૮/૨૦૧૯ સુધી ની હતી. પંરતુ સુરેન્દ્રનગર જિલ્લા ની નગરપાલિકા ની ટીમે સુરેન્દ્રનગર ના કરદાતા અને વેપારીઓ ને લાભ મળે અને કર પર વ્યાજ ન ચૂકવવું પડે તે માટે અને રજાઓ પણ નગરપાલીકા ની કેસ બારી ખુલ્લી રાખી હતી..

સુરેન્દ્રનગર નગરપાલિકા એ અને સરકારશ્રી દ્વારા તો આપને ઘણો સમય આપીયો હતો તેમ છતાંય સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદમાં વ્યવસાય કરતાં કદાચ કોઇ રહી ગયુ હોય તો ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાની સુચનાથી અને નગરપાલિકાની ટીમે રવીવારે ૧ ના છત્રપાલસિંહ અને આખી નગરપાલીકા ની ટીમે કેશબારી ખુલ્લી રાખી હતી...

સુરેન્દ્રનગર જિલ્લા ના કરદાતાઓ અને વેપારીઓ એ રવીવાર ના દિવસે પણ વ્યાજ માફી યોજના નો લાભ લઇ નગરપાલિકા માં વેરો ભર્યો હતો અને કરદાતાઓ એ પોતાનો કર ભરી પોતાના ધંધા અને રોજગાર પર કર્જ ઉતર્યો હતો.ત્યારે નગરપાલિકા ના આ કામ બદલ સુરેન્દ્રનગર ના વેપારીઓ દવારા નગરપાલીકા નો આભાર વ્યકત કરવામાં આવીયો હતો.

(1:28 pm IST)