Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઉનામાં ૪૦થી વધુ સ્થળોએ ગણેશ મૂર્તિના સ્થાપનઃ ખોડીયારનગરમાં માટીના ગણેશનું આકર્ષણ

ઉના તા. ૩ :.. શહેર તથા તાલુકામાં વિવિધ ૪૦ થી વધુ જગ્યાએ વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે ૧૦ દિવસ સુધી પુજા અર્ચના, કથા, અન્નકુટ, યજ્ઞ, બટુક ભોજનનાં કાર્યક્રમ યોજાશે. ખોડીયારનગરમાં ઇકો ફ્રેન્ડલી માટીનાં ગણપતિ આકર્ષણરૂપ બન્યા છે.

વિધ્નહર્તા ગણેશજીનો જન્મ ઉત્સવનો ઉના શહેર તથા તાલુકામાં પ્રારંભ થયો છે. શહેરમાં પોસ્ટ ઓફીસ ચોકમાં સમસ્ત ગામ આયોજીત ગણપતિજીની સ્થાપના ઉપરાંત શ્રીજી કોમ્પલેક્ષમાં સિધ્ધિ વિનાયક ગ્રુપ, ઉનાના ૪ થાંભલા સામે ગણેશ ગ્રુપ, ચંદ્ર કિરણ સોસાયટી, ગોદરા ચોકમાં બાંભણીયા પરિવાર દ્વારા, લાઇબ્રેરી ચોક, મોઢવણીક જ્ઞાતિની વાડી પાસે સોમનાથ યુવક મંડળ, પંચવટી સોસાયટી, શાસ્ત્રીનગર, વિદ્યાનગર, તુલશીધામ સોસાયટી વિગેરે ૪૦ થી વધુ જગ્યાએ તેમજ ૩૦૦ થી વધુ વ્યકિત ગત ગણપતિજીની ૧ ફુટથી લઇ પાંચ ફુટ સુધીની જુદા જુદા સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરી છે. ૧૦ દિવસ સુધી આરતી, અન્નકુટ, સત્યનારાયણની કથા, ગણપતિ મોદક હવન, સંતવાણી કરાશે.

શહેરમાં ખોડીયારનગરમાં કાંતીભાઇ ભગવાનભાઇ ડાભી પરિવારે માટીના ગણપતિજીની મૂર્તિ બનાવી ઇકો ફ્રેન્ડલી રંગ પુરી સ્થાપના કરતા  આર્કષણ કેન્દ્ર બન્યા છે. ઉનામાં ૯૦ ટકા પ્લાસ્ટીક ઓફ પેરીર્સ મૂર્તિઓ જોવા મળી રહી છે. તંત્ર પણ જોઇ રહયું છે. ગણપતિ ઉત્સવ તા. ૧ર સુધી ચાલશે પછી દરીયામાં વિસર્જન કરાશે.

(11:59 am IST)