Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જામકંડોરણામાં પોણો ઇંચ વરસાદ ફોફળ ડેમમાં ત્રણ ફુટ પાણીની આવક

જામકંડોરણા તા. ૩: જામકંડોરણામાં કાલે સવારથી જ કાળા ડીબાંગ વાદળો છવાયા હતા સાંજના ૪-૧પ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ૪-૪પ વાગ્યા સુધીમાં અડધા કલાકમાં ર૦ મી.મી. વરસાદ પડેલ છે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે. મોસમનો કુલ વરસાદ ૪૪૭ મી.મી. થયેલ છે ઉપરવાસમાં સારા વરસાદના પરિણામે જામકંડોરણાના ફોફળ ડેમમાં ત્રણ ફુટ પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ ર૦.૮૦ ફુટ થયેલ છે.

(11:55 am IST)