Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ધારીમાં જિલ્લા સહકારી સંઘ દ્વારા ચાલતા યુવક સરકારી શિક્ષણ વર્ગની પુર્ણાહુતી

ધારી તા.૩ : ગુજરાતી રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે શ્રી યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી ખાતે યુવક સહકારી શિક્ષણ વર્ગનો પુણાહુતી સમારંભ અમર ડેરી અમરેલીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાના અધ્યક્ષસ્થાને તેમજ અમરેલી જીલ્લા સહકારી સંઘના યુવા અધ્યક્ષશ્રી મનીષભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.

કાર્યક્રમની શરૂઆત કોલેજની બહેનો દ્વારા સમુહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ ડો.આરે.કે.દવેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

વર્ગ સંચાલક સી.ઇ.આઇ સંદિપભાઇ ઠાકુર દ્વારા છ દિવસના શિક્ષણવર્ગ અંગેની માહિતી આપવામાં આવી.

અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઇ સંઘાણીએ જણાવેલ કે સહકારી પ્રવૃતિ ભારતના અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું યોગદાન આપી રહી છે. ત્યારે વિદ્યાર્થી તેમજ યુવાનો આ પ્રવૃતિથી વાકેફ થાય અને તેમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે છે તે આજના સમયથી માંગ છે. તેઓએ વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ વિશે તેની રચના વિશે સહકારી મંત્રાલય ભારત સરકાર દ્વારા હાલ ચાલતી સોલાર (સુર્ય) ઉર્જાની યોજના વિશે વગેરે અલગ અલગ વિષયો પર ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી.

અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ અને પીઢ સહકારી અગ્રણી જયંતીભાઇ પાનસુરીયાએ વકતવ્યમાં જણાવેલ કે, અમરેલી જીલ્લામાં અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી (અમર ડેર)ની સ્થાપના કરવામાં દિલીપભાઇ સંઘાણીના યોગદાનને યાદ કરવામાં આવેલ હતુ.

(11:52 am IST)