Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

માથકના નવા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા રોગચાળો

હળવદ તા. ૦૩: હાલ તાલુકા માં રોગચાળાએ માથું ઉચકયું છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના માથક ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણ આવડત ને કારણે પાણી ભરાઈ જતા તે વિસ્તારમાં રહેતા ૨૫ જેટલા પરિવારના દ્યરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.

હળવદ પંથકમાં કોંગો ફીવર ને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે તેવામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રોગચાળાએ પંથકમાં માથું ઉંચકયું છે આવા સમયે તાલુકાના માથક  ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં તંત્ર ની બેદરકારી ને કારણે વરસાદી પાણી નો નિકાલ નહી કરાતા આ વિસ્તારમાં રહેતા લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે  જાણી જોઈને ગંદકી ફેલાવી રહી છે જો વરસાદી પાણીનો  નિકાલ કરીએ તો આગળના ભાગમાંથી જાણી જોઈને મોટર ચાલુ કરી પાણી છોડવામાં આવે છે સાથે જ જે જગ્યાએથી પાણીનો નિકાલ છે ત્યાં માટી નો પારો બનાવી દીધો હોય જેના કારણે અહીં પાણી ભરાઈ રહ્યું છે અને ે બીમારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી  માંગ છે

માથક માં આવેલ નવા પ્લોટ વિસ્તારમાં ગંદકીના સામ્રાજયને કારણે સ્થાનિક રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે આ અંગેઙ્ગ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાવલ એ જણાવ્યું હતું કે અમો માથક ગામે સ્થળ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામ પંચાયતને તાકીદ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(11:41 am IST)