Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

હળવદના કવાડીયા ગામ નજીક વાડીએ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

દેશીદારૂનો આથો,ગેસનો ચૂલો અને બાટલા સહિતનો મુદામાલ કબ્જે

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો લીટર ૪૦૦ કીમત ૮૦૦ તેમજ ભઠ્ઠીના સાધનો ગેસનો ચૂલો, ગેસના બાટલા અને બેરલ નંગ ૨ સહીત કુલ ૨૪૦૦ નો મુદામાલ જપ્ત કરાયો હતો 

   જોકે રેડ દરમિયાન આરોપી અજમલ કરમણ રબારી રહે હળવદ તેમજ એભલ બચું કોળી રહે શીરોઈ તા. હળવદ વાળાન્બા નામ ખુલતા બંને આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(8:53 am IST)