Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

શ્રાવણ માસના છેલ્લા સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયો

ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી: પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય

સોમનાથ: શ્રાવણ માસના ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચનાનું અનેરૂ મહત્વ છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પવીત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયો છે. વહેલી સવારથી જ ભગવાનના ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગની પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. જ્યારે સોમનાથ પટાંગણમાં ભોળાનાથની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

   શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિરે દેશ-વિદેશથી શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાથે આવતા હોય છે. ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મંદિરના પરિસરમાં ભક્તોની દોઢેક કિ.મીની લાંબી કતાર જોવા મળી રહી છે અને ભગવાન સોમનાથની પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા

 . સોમનાથ પટાંગણમાં ભોળાનાથની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રામાં ભક્તો ભગવાન સોમનાથના મુખારવિંદ સ્વરૂપના દર્શન કર્યા હતા. ત્યારે પી.કે.લહેરી, વિજયસિંહ ચાવડા, DYSP પરમાર, સોમનાથ મંદિરના પૂજારી ધનંજય મહારાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:27 pm IST)