Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમરેલીના જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો : કાળા ડિબાંગ વાદળાં વચ્ચે ઝાપટા

અમરેલીના જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદનાં વિવિધ વિસ્તારો નાગેશ્રી, હેમાળ છેલળા, ટીબી, કડિયાળી સહિતના અન્ય સ્થાનો પર વરસાદી  ઝાપટાને કારણે લોકોમાં આનંદ પ્રસરી ગયો છે

  આજે  શિતળા સાતમના દિવસે વરસાદી ઝાપટા સાથે લોકોએ તહેવારની મોજ માણી રહ્યા હતાં. જોકે સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે ઝાપટા પડી રહ્યા હોવાથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. ખેડૂતોનો ઉત્સાહ વરસાદને કારણે સમાતો ન હતો.

(6:44 pm IST)