Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

જામનગરની પાયોનીયર અલોહા એશ્યોર એકેડમી (જોલી બંગલો) સેન્ટર ફરી એક વખત શિક્ષણમાં રાજ્ય કક્ષાએ મોખરે

એકેડમી સતત પાંચમી વખત અગ્રેસર રહી પ્રાપ્ત કર્યુ દ્વીતીય સ્થાન

જામનગર તા.૦૩:  અલોહ ગુજરાત દ્વારા ૨૦૧૮ માં યોજાયેલ રાજ્ય કક્ષાની એરીથમેટીક કોમ્પીટીશનમાં જામનગરની એશ્યોર એકેડમી અલોહા જોલી બંગલો સેન્ટરે રાજ્યના દ્વીતીય હાઇએસ્ટ એવોર્ડસ જીતી જામનગરનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકીત કર્યું છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા સુરત ખાતે ૨૦૧૮ માં યોજાયેલ અને તેમાં બેસ્ટ સેન્ટર ઇન કોમ્પીટીશન નો ગુજરાત નો દ્વીતીય ક્રમાંક જામનગર ખાતે એશ્યોર એકેડમીએ હસ્તગત કર્યો છે. હાલમાં જ ર૮ જુલાઇ ૨૦૧૯) રાજકોટ ખાતે યોજાયેલ ડાયરેકટર્સ મીટ દરમ્યાન આ એવોર્ડ એકેડમીના ડાયરેકટર શ્રી, ઉદય કટારમલને એનાયત કરવામાં આવેલ. આ એવોર્ડ સતત ૫ વર્ષથી જામનગર ખાતે જોલી બંગલો સેન્ટર દ્વારા જીતવામાં આવી રહ્રયો છે. જેનું મુખ્ય કારણ એ કેડમીના શીક્ષકો છે આ એવોર્ડના મખ્ય હકદાર અલોહા એશ્યોર એકેડમીની સંપુર્ણ ટીમ હોવાનું સેન્ટરના ડીરેકટરે જણાવ્યું હતું. તેમનું ! માનવાનું છે કે યોગ્ય ટીમ દ્વારા નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચવું શક્ય બને છે. એવોર્ડ દ્વારા એક બાબત ખુબજ સારી રીતે ફલીત થાય છે કે સેન્ટર દ્વારા આપવામાં આવતી તાલીમ સંર્વશ્રેષ્ઠ છે. અને વિદ્યાર્થીઓમાં જોવા મળતાં ઉત્કૃષ્ટ વિકાશ તેમજ પરિવર્તનના ભાગ રૂપે આ પ્રકારના એવોર્ડસ આપવામાં આવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં -થમ સ્થાન પર રાજકોટ દ્વીતીય સ્થાન પર જામનગર અને ત્રીજા સ્થાને અમદાવાદ ના કેન્દ્ર જાહેર થયા છે.

(1:18 pm IST)