Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંત પાસે ખંડણી માંગનાર આરોપી પ્રતીક અઢીયા ઝડપાયો

સગીર વિદ્યાર્થીને હાથો બનાવી સંત ઋષિકેશ સ્વામી પાસેથી પાંચ લાખની ખંડણી માંગી હતી

જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરુકુળના એક સંતને ટાર્ગેટ બનાવી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે સંદર્ભે સગીર વિદ્યાર્થીને હાથો બનાવનાર શખ્સને જુનાગઢ પોલીસે ઝડપી લીધો છે

 . જુનાગઢના કોલેજ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સંત ઋષિકેશ સ્વામી પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી.

   સ્વામીએ પોલીસને જાણ કરતા આરોપી પ્રતીક અઢિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગતરાત્રિના બે વાગ્યાની આસપાસ ગુરુકુળમાંથી સગીર વયનો એક વિદ્યાર્થી દિવાલ ઓળંગી ભાગી છૂટ્યો હતો. ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રસ્તામાં આરોપી પ્રતીક અઢિયા મળ્યો હતો. પ્રતીક અઢિયાએ વિદ્યાર્થીને હાથો બનાવી ઋષિકેશ સ્વામીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.

   તેની ક્લિપ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. ત્યારબાદ સ્વામીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને ખોટી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને બદનામ કરવાના ખોટા આરોપો નાખનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

(9:19 pm IST)