Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

લોકસભામાં ભાવનગર -સુરત ઇન્ટરસિટી ટ્રેન માટે માંગ ઉઠાવતા સાંસદ ભારતીબેન શિયાળ

ભાવનગર :લોકસભામાં ભાવનગર સુરત ઇન્ટરસીટી માટે સંસદસભ્ય ભારતીબેન શિયાળે માંગ ઉઠાવી હતી સુરત શહેર  સાથે ભાવનગર અને બોટાદ જીલ્લા ને  ટ્વીનસીટી જેવો વ્યવહાર રહ્યો છે ત્યારે ભાવનગર અને બોટાદ જીલ્લા માંથી ઉદ્યોગપતિઓ,વેપારીઓ તેમજ અસંખ્ય લોકો  પોતાના ધંધા રોજગાર આજીવિકા માટે દરરોજ મોટી સંખ્યામાં  સુરતથી ભાવનગર કે બોટાદ રોડ રસ્તા ના  માર્ગે પ્રાઇવેટ વાહનો,લક્ઝરી બસો માં મુસાફરી કરતા હોય છે.જ્યાં અકસ્માતો તેમજ ટ્રાફિક ની સમસ્યા અને વધારે સમય નો વ્યય થતો હોવાથી   રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે ભાવનગર-બોટાદ જીલ્લાના  સાંસદશ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા  લોકસભાના પ્રથમસત્રમાં પાર્લામેન્ટ ફ્લોર પર ભાવનગર-સુરત ઇન્ટરસિટી ટ્રેન માટે માંગ કરી હતી

   આ અગાઉ ૧૬ મી લોકસભા માં પણ રેલ્વે વિભાગ,એરપોર્ટ વિભાગ,નેશનલ હાઇવે,પાસપોર્ટ કચેરી,સોલ્ટ વિભાગ,ખેડૂતોને લગતા પ્રશ્નો,ભૂસ્તર અને જળ,ખાણ ખનીજ,કેન્દ્રીય વિદ્યાલય,રેલ્વે વર્કશોપ,AC કોચ રીપેરીંગ,ઇકો સેન્સેટીવ ઝોન વેળાવદર(ભાલ) વિસ્તાર ધટાડવા માટે,પોર્ટ બંદર વિકસાવવા માટે,ગુજરાત વિકાસ મોડેલ સ્ટેટ અંગે,મહિલાઓને રોજગારીની તકો વિકસાવવા અંગે સંબધિત વિભાગના માન. કેન્દ્રીય મંત્રીશ્રીઓને સંબોધીને પાર્લામેન્ટ હાઉસમાં પાર્લામેન્ટ હાઉસના ફ્લોરપર કુલ ૩૭ વખત બોલી સતત જાગૃતતા દાખવી લોકહિતની રજુઆતો લેખિત માં પણ કરેલ છે.

(8:34 pm IST)