Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સમગ્ર ભાવનગર જિલ્લામાં તીક્ષણ હથિયારી સાથે રાખવા પર પ્રતિબંધ

તહેવારોને અનુલક્ષીને પ્રતિબંઘ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ

ભાવનગર: આગામી તા;4ના ભગવાન જગન્નાથજી રથયાત્રા,તા09ના રોજ દુર્ગાષ્ટમી, તા.12 ના રોજ એકાદશી,તથા 16ના રોજ ગુરૂપુર્ણીમા વિગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમીયાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજયની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વિગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ. તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ બહાર પાડવુ જરૂરી જણાતા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ,ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.

સરકારી નોકરીમા ઉપરી અધિકારીએ પરવાનગી આપેલ હોય અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ,પોલિસ અધિક્ષક દ્વારા અધિકૃત કરાયેલ હોય તેવા વ્યક્તિને આ હુકમનો ખંડ (ક) લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા.1 થી તા. 30 સુઘી ( બન્ને દિવસો સુધ્ધા) અમલમા રહેશે. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.

(8:29 pm IST)